________________
પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૩
વદન ઉપર અંકિત થઈ રહી. એમણે વિચાર્યું : રોગ તો પરખાઈ ગયો, હવે તો માત્ર એનો ઇલાજ જ શોધવાનો અને અજમાવવાનો રહ્યો. અને ઘેરા બનેલા રોગનો ઈલાજ પણ જો જલદ નહીં હોય તો એ કારગત નીવડવાનો નથી. વધુ આત્મદમન અને પોતાની જાતની વધુ અગ્નિપરીક્ષા એ જ એકમાત્ર ઇલાજ હતો.
આકાશમાં સૂર્યનારાયણે પોતાનો છેલ્લો પ્રકાશ સંકેલી લીધો અને જાણે આચાર્યની ગંભીર વિચારણાનો પણ છેડો આવી ગયો. પોતાના મનની બધી ગૂંચનો ઉકેલ લાધી ગયો હોય એમ એમનું મન સ્વસ્થ બની ગયું અને ફરાફર કરતી એમની કાયા પણ સ્થિર બની ગઈ.
એક ઝરૂખાના ઉંબર પાસે ખડા રહીને આચાર્યો જ્યારે પથરાતાં અંધારાં ઉપર નજર ઠેરવી ત્યારે પૂર્ણ સંતોષની પ્રતિભાનાં તેજ એમના મુખકમળને વિકસાવી રહ્યાં હતાં.
નિર્ણય થઈ ચૂક્યો હતો. એના અમલની જ હવે વાર હતી. માર્ગ સાંપડી ગયો હતો. માત્ર પ્રયાણની જ હવે ચિંતા હતી. આર્ય કાલક ધીમે ધીમે પોતાના સ્થાને પહોંચીને આત્મચિંતનમાં મગ્ન બની ગયા.
પળ પહેલાં ઘુઘવાટા કરતો સાગર હવે પ્રશાંત બની ગયો. આત્મશોધનના મંત્રોના મધુર રવો હવામાં ગુંજવા લાગ્યા.
રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો. ધમગાર શાંત હતું. સર્વ નિગ્રંથો પોતપોતાના સંસ્મારક(પથારી)ની તૈયારી કરતા હતા. આર્ય કાલક પોતાના આસને સ્થિરપણે બેઠાં બેઠાં કોઈના આગમનની રાહ જોતા હતા.
થોડી વારમાં શય્યાતર ( ઉપાશ્રયનો માલિક કે વ્યવસ્થાપક ) આવી પહોંચ્યો અને આદરપૂર્વક વંદના કરી આચાર્યની સમીપ બેઠો. આર્ય કાલકે ધર્મલાભના આશીવાદ આપી, શય્યાતરને સાગર સમા ધીર-ગંભીર ભાવે પોતાનો નિર્ણય કહેવા માંડ્યો. શય્યાતર વિનીતભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org