________________
દેવ વધે કે પશુ ?
ગામલોકો ચિંતિત મને યોગીને નીરખી રહ્યા.
અસ્થિકગ્રામ એટલે હાડકાંનું ગામ. શૂલપાણિ યક્ષ એટલે ભયંકર જીવલેણ યક્ષ.
આ ગામ અને આ યક્ષનો ઇતિહાસ પણ રૂંવાડાં ખડાં કરે એવો
હતો.
૧
ગામનું મૂળ નામ વર્ધમાન ગામ.
એના પાદરમાં વેગતી નામે નદી વહે. ભારે ચીકણા કાંપ-કાદવથી ભરેલો એનો પટ ! ભલભલા એમાં ખૂંતી જાય !
એક વખત એક મોટો વેપારી કરિયાણાનાં પાંચસો ગાડાં લઈને વર્ધમાન ગામ તરફ આવ્યો. ધનદેવ એનું નામ. પણ નદીનો કાદવ પાર કરવો એને ભારે પડી ગયો.
બધાં ય ગાડાંને જોરાવર બળદ જોડેલા; પણ એ બધા ય આવા કાદવમાં ગાડાંને ખેંચતાં થાકી ગયા.
એક બળદ ભારે જોરાવ૨. બીજા થાકે ત્યારે બાકીનું કામ આ બળદ પૂરું કરે ! સહસ્રમલ્લ જેવો જોરાવર !
બીજા બળદોની સાથે વારાફરતી પાંચસો ય ગાડાંને જોડાઈ એણે બધાં ય ગાડાંને નદી પાર ઉતારી દીધાં ! જેવો બળિયો એવો જ વફાદાર જીવ ! પણ આટલું બધું જોર વાપરતાં એના અંગના બંધ ઢીલા થઈ ગયા, અને એ લોહી ઓકતો જમીન પર ફસડાઈ પડ્યો !
આટલો બધો માલ અને માથે ચોમાસાનો ભાર, એટલે ધનદેવને તો કોઈ રીતે રોકાવું પોસાય એમ ન હતું; પણ આવા વફાદાર બળદને મોતના મોંમાં રહેવા દઈને જવા ય પણ શી રીતે ?
Jain Education International
છેવટે વેપારીએ ઇલાજ શોધી કાઢ્યો ઃ ગામલોકોને ભેગા કરીને એણે ગદ્ગદ સ્વરે પોતાની લાચાર સ્થિતિ કહી બતાવી; અને પોતાના માંદા બળદની એમને સોંપણી કરી; એની સારવાર માટે ગામલોકોને પુષ્કળ ધન આપીને એ તો ચાલતો થયો.
For Private & Personal Use Only
www.jaihelibrary.org