SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેક ગામલોકોએ પૈસો તો લીધો, પણ એમણે બળદની કશી સંભાળ ન લીધી. ઘાસચારા અને ઔષધ વગર બિચારો બળદ બોકાસા નાખી નાખીને, રિબાઈ રિબાઈને મરી ગયો ! મરીને વ્યંતરદેવ થયો. એનું નામ શૂલપાણિ. ૨ દેવને તો વગર માગ્યે દિવ્ય જ્ઞાન મળે. પોતાના જ્ઞાનના બળે એણે ગામલોકોની ક્રૂરતા જાણી લીધી; અને એના અંતરમાં વેરનો અગ્નિ ભડભડી ઊઠ્યો. પોતાનું વેર વાળવા એણે ગામલોકોનો સોથ વાળવા માંડ્યો. જોતજોતામાં કમોતે મરેલાં માનવીઓનાં હાડકાંનો ત્યાં ટીંબો રચાઈ ગયો; અને ગામનું નામ પણ બદલાઈ ગયું ઃ લોકો એને અસ્થિકગ્રામના નામથી ઓળખવા લાગ્યા ! આ ઉપદ્રવથી ગામલોક તો ત્રાહ્ય ત્રાહ્ય થઈ ગયું. લોકોની ઘણી ઘણી બાધા-માનતા અને કાકલૂદી પછી વ્યંતરે પ્રગટ થઈને આવા વિનાશનું કારણ કહ્યું. છેવટે ગામલોકોએ ગામને પાદર એક ટેકરી ઉપર એક મંદિર રચીને એ યક્ષની સ્થાપના કરી. સૌ એની પૂજા કરવા લાગ્યા. ચમત્કારે નમસ્કાર તે આનું નામ ! યક્ષ શાંત તો થયો, અને એની સંહારલીલા પણ અટકી ગઈ; પણ એનો ગર્વ ઓછો ન થયો. રાતે જે કોઈ મંદિરમાં વાસો રહે, એ સવા૨ થતાં થતાંમાં તો પરલોકનો પ્રવાસી બની જતો ! મહાવીરે આ ભયસંચારક સંહારકથા જાણી; પણ એમને તો ભયના બદલે આમાં બેવડો લાભ દેખાયો : પોતાના આત્માની નિર્ભયતાની પરીક્ષા થશે; અને એક અધોમાર્ગે જતા ઉત્તમ જીવનો ઉદ્ધાર થશે; વળી, ગામલોકો સદાને માટે ભયમુક્ત થશે તે વધારામાં. આત્મયોગી મંદિરમાં ધ્યાનમગ્ન થઈ ગયા જાણે અવિચળ મેરુ જ જોઈ લ્યો ! દિવસનાં અજવાળાં સંકેલાઈ ગયાં હતાં. રાત્રિનો અંધારપછેડો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy