SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ વધે કે પશુ? ૦ ૩. પૃથ્વી ઉપર વીંટળાઈ રહ્યો હતો. શૂલપાણિ યક્ષે જોયું કે પોતાના સ્વતંત્ર સામ્રાજ્યમાં કાળામાથાના કોઈ માથાભારે માનવીએ આજે માથું ઊંચક્યું હતું ? એણે યક્ષમંદિરમાં રાતવાસો કરવાની હિંમત કરી હતી ! જાણે ભોરિંગની પૂંછડી ચંપાઈ ! જાણે કેસરીસિંહની મૂછ ખેંચાઈ ! યક્ષનો મિજાજ કાબૂમાં ન રહ્યો ઃ આ માનવીને નામશેષ કરું ત્યારે જ જંપું ! કેવો ધૃષ્ટ માનવી ! યક્ષે એક પછી એક પરચા શરૂ કર્યા.' આખું મંદિર ગરવ જેવા અટ્ટહાસ્યથી ગાજી ઊઠ્યું. કેવું ભયંકર અટ્ટહાસ્ય ! ધરા ધ્રૂજી જાય, ડુંગરા ડોલી ઊઠે, ચકલાં ફફડી મરે, કેસરીસિંહ થંભી જાય અને ભલભલા પરાક્રમીની હામ પણ છૂટી જાય એવું એ અટ્ટહાસ્ય – સાક્ષાત્ કાળદેવતાનું ડમરુ જ જોઈ લ્યો ! પણ ભય પામે એ બીજા ! મહાવીરને મન તો એ બધું કેવળ પથ્થર ઉપર પાણી ! ન કશી શેહ, ન કોઈ સંકોચ. ઊલટો શૂલપાણિ શેહ ખાઈ ગયો: આ તે કેવો નવતર માનવી ! પણ એનો ક્રોધ શાંત ન થયો, એનો ગર્વ ઓછો ન થયો ? હું શૂલપાણિ ! એની આગળ પામર માનવીનું શું ગજું ? એણે હાથી, પિશાચ અને નાગનાં વિકરાળ રૂપો ધારણ કરીને મહાવીરને પાછા પાડવા માટે ભારે મથામણ કરી, પણ વ્યર્થ ! એ જેમ જેમ પાછો પડતો ગયો તેમ તેમ એનો ક્રોધ આગળ વધતો ગયો ઃ હાર્યો જુગારીએ જીત માટે જાણે બમણી રમત આદરી હતી ! પણ ધ્યાનયોગીને મન એનું કોઈ મૂલ્ય ન થયું, એના ચિત્તમાં કશી ચિંતા ન જાગી, કશો ભય ન સંચર્યો ! પછી તો શૂલપાણિએ મહાવીરને અંગપીડા ઉપજાવવામાં કશી મણા ન રાખી; પણ જેણે કાયાની માયા જ તજી દીધી હોય એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy