SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Fo અભિષેક ભાગ્યે જ ત્યાં આવી ચડે ! ધ્યાન અને મૌનના સાધક તપસ્વીને એ સ્થાન ખૂબ ભાવી ગયું. પણ અમાગ્યું કે અણઆપ્યું તણખલું ય નહીં લેવાનું મહાવીરનું મહાવ્રત હતું. એટલે આ સ્થાનના ઉપયોગ માટે ગ્રામલોકોની અનુમતિ મેળવવી જરૂરી હતી. મહાવીરે ગામલોક પાસે એ અનુમતિ માગી. ગામલોકોએ કહ્યું : “દિવસે શાંત-એકાંત લાગતા આ સ્થળમાં રાત્રે ભારે ઉલ્કાપાત મચી જાય છે. મંદિરનો દેવ શૂલપાણિ યક્ષ પોતાના મંદિરમાં રાતવાસો કરનાર માનવીથી ભારે કોપાયમાન થઈ જાય છે. એ દેવ જેવો ક્રોધી છે એવો જ ક્રૂર છે. રાત્રે મંદિરમાં રહેનારને મારી નાખે ત્યારે જ એને શાન્તિ વળે છે. દિવસે એ મંદિરનો ઉપયોગ કરવામાં કશી હરકત નથી, પણ રાત્રે ત્યાં રહેવામાં પૂરેપૂરું જીવનું જોખમ છે. મંદિરનો પૂજારી પણ રાત્રે મંદિર તરફ હૂકવા જેટલી ય હિંમત કરતો નથી. માટે અમે આપને બીજું સ્થાન બતાવીએ; ત્યાં આપ સુખેથી વસો અને આપની સાધના આગળ વધારો !'' પણ મહાવીર તો હતા સાચા મ-હા-વી-૨ ! ભયથી ડરીને ભાગે એ ન તો મહાવીર હોય, ન મહાવી૨ બની શકે ! ભયને જીતી જાણે અને સામાના ભયંકર બની બેઠેલા આત્માનું ઝેર ઉતારી જાણે એ જ ખરો મહાવીર ! શૂરા આત્મસાધકને તે વળી કાયાના પડવાનો ભય કેવો ? જીવન અને મૃત્યુને સમાન ગણે એ જ સાચો સાધક બની શકે. ગામલોકની વાતથી મહાવીર જરા પણ વિચલિત ન બન્યા. એમણે લોકોને આગ્રહ કરીને યક્ષમંદિરમાં ચાતુર્માસ રહેવાની અનુમતિ મેળવી લીધી. થાક્યાને જાણે સુખપાલ મળી ગયા ! કસહનનો આ અનેરો અવસર મળ્યો જાણીને આત્મસાધકે એને વધાવી લીધો. કુંદનને કસોટીનો ભય કેવો ? મહાવી૨-વર્ધમાને યક્ષમંદિર તરફ ડગ ભર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy