________________
દેવ વધે કે પશુ? ૦ ૫૯
સાધના કાજે મહેલના તજનારને ઝૂંપડીની રક્ષાની આળપંપાળમાં પડવું કેમ પાલવે ?
ચોમાસું બેસી ચૂક્યું હતું અને એના પંદર દિવસ પણ વીતી ચૂક્યા હતા. છતાં મહાવીરે મન સાથે નક્કી કર્યું ઃ સર્યું આવા અપ્રીતિજનક સ્થાનથી ! કોઈને અણગમો ઊપજે એ સ્થાનને વળગી રહેવાથી તો આપણું પોતાનું ય અહિત થાય અને બીજાનું પણ અહિત થાય. એવો ખોટનો ધંધો શા માટે ચાલુ રાખવો ? અને એમણ બાકીનું ચોમાસું બીજા પૂર્ણ નિશ્ચિત એકાંત શાંત સ્થાનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો.
પછી મનમાં કોઈ પણ જાતની કટુતા સેવ્યા વગર, સાવ સહજ ભાવે, મહાવીરે આશ્રમના કુલપતિને વાત કરીને અન્યત્ર વિહાર કર્યો.
વિહાર કરતી વેળાએ એમણે પોતાની જીવનસાધનાને વધુ સ્થિર બનાવવા માટે પાંચ નિયમો સ્વીકાર્યા : અપ્રીતિ થાય એવા સ્થાનમાં રહેવું નહીં. ધ્યાનમાં મગ્ન રહેવું. મોટે ભાગે મૌન જ રાખવું. ભિક્ષા માટે પાત્ર ન રાખતાં કરપાત્રથી જ ભોજન કરવું. ગૃહસ્થની ખુશામત ન કરવી.
આ પ્રતિજ્ઞાઓને બળે મહાવીરની સાધના વધુ ઉત્કટ બની.
રહેવું નહીં. જે પાંચ નિયમોમાં પોતાની જા
હવે તો ધ્યાન અને મૌન મહાવીરનાં સદાનાં સાથી બન્યાં હતાં. એ બે મુખ્ય ચક્રોના બળે એમની તપપરાયણ આત્મસાધનાનો રથ વધારે વેગપૂર્વક આગળ વધવાનો હતો.
મહાવીર એને અનુરૂપ શાંત-એકાંત સ્થાનની શોધમાં વિચરતા હતા. એ શોધમાં ભર ચોમાસે તેઓ મોરાક ગામથી નીકળીને અસ્થિક ગામે આવી પહોંચ્યા.
ગામની બહાર એક ટેકરી. એ ટેકરી ઉપર એક પક્ષનું નાનું સરખું મંદિર. શૂલપાણિ યક્ષનું એ સ્થાન. સાવ શાંત અને એકાંત એ સ્થળ : ભૂલ્યો ભટકો કોઈ માનવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org