SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ જનમની પ્રીત ૦ ૧૩૧ બધું ખલાસ સમજો ! હૈયું થંભી જાય અને લોહી થીજી જાય એવી કટોકટીની પળ છેઃ આ પડ્યા અને આ ગયા ! ત્યાં દૂરથી કોઈ ગેબી અવાજ સંભળાય છે : “થોભો ! થોભો ! મહાનુભાવો, જરા થોભી જાઓ ! થોભી જાઓ ! સબૂર કરો. રખે ઉતાવળા થતા. મૃત્યુ તમારાં દુઃખોનું મારણ નથી. જીવન જ તમારાં દુઃખોને દૂર કરશે.” બંને ભાઈ ચમકી ગયા ? અહીં વળી આવી આજ્ઞા દેનાર કોણ હશે ? એ પાછું વાળીને જુએ છે તો એક મુનિવર ઉતાવળા ઉતાવળા એમની તરફ ચાલ્યા આવે છે, અને હાથ ઊંચો કરીને થોભી જવાની ઇશારત કરી રહ્યા છે. | મુનિવર નિકટ આવી પહોંચ્યા. ચિત્ર અને સંભૂતિ સ્તબ્ધ બનીને એમની સામે જોઈ રહ્યા. મુનિવરની પ્રશાંત મુખમુદ્રા શાંતિનો સ્રોત વહાવી રહી છે. મુનિવર કરુણાભર્યા સ્વરે બોલ્યા : “મહાનુભાવો, આવી નવજુવાન વયે તમને એવા તે કોણે દૂભવ્યા કે આપઘાત માટે તૈયાર થયા છો ? આપઘાતથી દુઃખનો ઉકેલ કદી નથી મળતો. પળવાર એ દુઃખ ટળ્યું લાગે, પણ ફરી પાછું બમણા જોરથી આપણા માથે ત્રાટકે ! વળી, મુસીબતોના પોટલાને માથેથી પછાડી ફેંકવાની લાલચે મોતને માર્ગે ચાલી નીકળવું એમાં શાબાશી પણ શી ? ખરી શાબાશી તો એ પોટલાને માથે લઈને સ્વસ્થપણે જીવનના પંથે આગળ વધવામાં છે. માટે બાળકો ! આ અવળા રાહથી પાછા વળો ! કર્મનાં બંધનો ને કર્મની નિર્જરાને પિછાણો. આ તો ઊલટાં પાપનાં વાવેતર છે !” દુખિયાને દિલાસો દેનાર મળી ગયા, અને બન્ને ભાઈઓનાં નેત્રો શ્રાવણ-ભાદરવો વરસાવવા લાગ્યાં. છેવટે ચિત્ર બોલ્યોઃ “મુનિવર ! આ ચાંડાળકુળના દેહને ધારણ કરવાથી અમે ઠેરઠેર તિરસ્કારો સહ્યા ! સ્વામી! ન કોઈ અમારું ઘણી છે, ન અમારું ધોરી છે. અમારા માટે તો જાણે આ જગતમાં સર્વત્ર અપમાન આપઘાત મુસીબતો પણ કરી શg ઉકેલ કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy