________________
i
૧૩૨ અભિષેક
અને અવહેલનાના અખૂટ ભંડાર જ ભર્યા છે ઃ જ્યાં જઈએ ત્યાં એ આગળ ને આગળ જ ! અમારી સંગીતકળા પણ અમને આ વેદનામાંથી છુટકારો નથી અપાવી શકતી; ઊલટું એ પણ એક મુસીબતનું કારણ બની બેસે છે – વાછરડાને એની માતાનો પગ જ થાંભલાની ગરજ સારે છે એમ ! તો પછી આવો ચાંડાળજન્મ વેઠીને જીવવા કરતાં ઝંપાપાત કરીને મોતને ભેટવું શું ખોટું ?”
**
મુનિવર બોલ્યા “ મહાનુભાવો ! આત્મા ન ચાંડાલ છે, ન બ્રાહ્મણ. જે દેહને તમે મૃત્યુને સોંપવા તૈયાર થયા છો, એ દેહ મને સોંપી દો ! યુવાનો, મારી પાસે ચાલ્યા આવો ! સંસારના દુભાયેલા તમને ભગવાનનો માર્ગ શાંતિ આપશે, શાતા આપશે, સુખ આપશે. ન ત્યાં તિરસ્કાર હશે, ન અપમાન. આત્મા, ગુરુ અને ઈશ્વરની સાક્ષીએ ત્યાં નર્યો આત્મરમણનો આનંદ જ તમને મળશે ! ચાલ્યા આવો જુવાનો, ચાલ્યા આવો મારી પાસે ! હું તમને પ્રભુના માર્ગની ભેટ આપીશ.
બન્ને ભાઈઓ તો સ્તબ્ધ થઈ ગયા. એમને થયું : આ તે સ્વપ્ન હતું કે સત્ય ? આખી દુનિયા જેમને હડધૂત કરે છે એવા અમ ચાંડાલને આ મુનિવર હૈયે ચાંપશે ? પ્રભુનો માર્ગ આપશે ? પોતાના કરીને રાખશે ?
પણ બીજી જ પળે જ્યારે મુનિવરે પોતાની કરુણાની પાંખમાં બન્ને ભાઈઓને સમાવી દીધા, ત્યારે તેમનું સ્વપ્ન સત્યરૂપે ખડું થયું. દુનિયાએ જેમને ચાંડાલ કહીને તિરસ્કાર્યા તેમને મુનિવરે પોતાના કહીને અપનાવી લીધા.
અણીની પળ વીતી ગઈ જાણે કાળઘડી વીતી ગઈ; અને આપઘાત માટે ઉઘુક્ત થયેલા બે જુવાનો આત્મસાધના માટે ચિરંજીવી બની ગયા ! [3]
ચિત્ર અને સંભૂતિનો દેહ મુનિવેશથી શોભી રહ્યો છે. બંને ભાઈ અહિંસા, સંયમ અને તપના પાલનમાં લીન રહે છે; ધ્યાન અને યોગના અભ્યાસમાં મગ્ન રહે છે, અને કોઈ અનેરી દુનિયાના મુસાફરો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org