________________
પાંચ જનમની પ્રીત ૦ ૧૩૩
એમ એમનો આત્મા સદા સ્વાધ્યાયમાં અને નિજાનંદમાં મસ્ત રહે છે. દુનિયાની દુવિધા માત્ર જાણે એમના મનમાંથી સરી ગઈ છે.
કાયા અને છાયાની જેમ એ કદી એકબીજાથી જુદા પડતા નથી – જ્યારે જુઓ ત્યારે સાથે ને સાથે જ ! ગુરુની પણ એ અનન્યભાવે સેવા કરે છે. અને એમ ને એમ થોડો કાળ વહી જાય છે.
વસંત આવે અને આંબો મ્હોરે એમ સમય પાકયો અને બન્ને મુનિઓ જ્ઞાનગંભીર બની ગયા. બન્નેની યોગ્યતાને પિછાણીને સમય. પારખુ ગુરુએ બંનેને સ્વતંત્ર વિહારની અનુજ્ઞા આપી. અને એક કાળે જેમ એમની સંગીતવિદ્યા ખીલી ઊઠી હતી એમ, અત્યારે એમની સાધુતા સોળે કળાએ ખીલી નીકળી.
પણ કંચન અને કામિનીના ત્યાગીને પણ ઘણી વાર કીર્તિના મોહથી બચવું મુશ્કેલ બની જાય છે. ચિત્રનું ચિત્ત સ્થિર હતું અને વધુ ને વધુ અંતર્મુખ બનતું જતું હતું, પણ સંભૂતિને માટે સાધુતાની કીર્તિનો કૈફ જીરવવો મુશ્કેલ બની ગયો. એનું મન કોઈ કોઈ કાળે ચલ-વિચલ બનવા લાગ્યું, આસક્તિના સુંવાળા માર્ગે વળવા લાગ્યું.
એક વારની વાત છેઃ બંને મુનિઓ હસ્તિનાપુરમાં આવ્યા છે. ત્યાં સનકુમાર ચક્રવર્તી પોતાના અપાર વૈભવ અને દેવાંગના સમી પટરાણી સાથે મુનિવરો પાસે આવે છે. બંને જણાં મુનિવરોને ભાવપૂર્વક વંદન કરે છે, એમનાં જ્ઞાન અને સાધુતાને પ્રશંસી રહે છે.
ચિત્રના મન ઉપરથી તો એ બધું, પથ્થર ઉપરથી પાણીની જેમ, સરી જાય છે, પણ સંભૂતિનું મન હવે કાબૂ બહાર જવા લાગે છે. બનવા કાળ તે વંદન કરતી પટરાણીની એક અલકલટ સંભૂતિના ચરણને સ્પર્શી જાય છે. એ અલકલટ શું હતી, જાણે કામદેવનો કે મોહરાજાનો છૂપો માર હતો.
સંભૂતિનું મન તો હવે કોઈ પ્રતિબંધ સ્વીકારવા તૈયાર ન હતું. સંયમનો બંધ તૂટી ચૂક્યો હતો. અને આસક્તિનાં નીર ખળખળ વહી નીકળ્યાં હતાં. કીર્તિની થોડીક લપસણી ભૂમિ ઉપર ચાલતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org