________________
ઉચ્ચારનાર કોણ હોય ભલા ?'
ફરી વાર એ જ અવાજ સંભળાયો, અને અણિક ચમકી ગયો. પણ વળી પાછો પાસા અને સોગઠાંની રમઝટમાં એને એ વીસરી ગયો. પણ પછી તો ‘અરણિક !' · અરણિક ! 'ના પોકારો નિરંતર આવવા લાગ્યા. જાણે આકાશના ગુંબજમાં એ નામ ગાજવા માંડ્યું હતું. હવે તો એ અવાજની ઉપેક્ષા કરવી અશક્ય હતી. કુમાર અણિક ઝરૂખામાં ઊભો થઈ ગયો અને અવાજની દિશામાં પોતાની નજરને દોડાવી રહ્યો.
ચારિત્ર ખાંડાની ધારો જી ! ૧૬૯
એણે ત્યાં શું જોયું ?
એણે જોયું કે સામેથી એક વૃદ્ધા ચાલી આવતી હતી. એની પાછળ ઘણા લોક ટોળે વળ્યા હતા. ઉજ્જડ એનો ચહેરો હતો, બહાવરી એની આંખો હતી, અસ્તવ્યસ્ત એનાં વસ્ત્રો હતાં, અને એના મુખમાંથી જાણે જાપની જેમ ‘અણિક ! મારો અરણિક !'ના શબ્દો નીકળી રહ્યા હતા. અરણિક તો વધારે તીણી નજરે તાકી રહ્યો : આ કોણ ભલા ? પેલી વૃદ્ધા વધુ નજીક આવી.
એના છેલ્લા અવાજે અણિકના હૃદયનાં પડળને ભેદી નાખ્યાં. માતૃત્વનો સાદ એના હૃદયસોંસરવો ઊતરી ગયો.
એણે જોયું : અરે ! આ તો ભદ્રા – મારી માતા ! મારી જનની ! અને એ તો, પેલી માનુનીને એક શબ્દ પણ કહેવા થોભ્યા વગર, માતાના ચરણોમાં આવીને ખડો થયો !
.
માતાને પુત્રને ઓળખતાં વાર ન લાગી : “મળ્યો, છેવટે મારો પુત્ર મને મળ્યો ! મારો અરણિક ! વત્સ અરણિક ! ”
અને એની આંખો માતૃવાત્સલ્યનાં અમી વર્ષાવીને પ્રણમતા પુત્રનો અભિષેક કરી રહી. એનું ગાંડપણ ક્યાંય ચાલ્યું ગયું. એનું બહાવરાપણું પણ ક્યાંય અદૃશ્ય થઈ ગયું !
એ સંપૂર્ણ સ્વસ્થ બનીને પુત્રને નીરખી રહી, એનાં અંગોને પંપાળી રહી : “મારો અણિક ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org