SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અભિષેક દેવને ય દુર્લભ એવું માતા-પુત્રનું એ મિલન જેમણે નિહાળ્યું એ ધન્ય બની ગયા. શરમ અને પશ્ચાત્તાપનાં આંસુ સારતા અરણિકને આશ્વાસન આપતાં સાધ્વી ભદ્રા બોલ્યાં : “વત્સ ! આત્માને અજવાળવાનો મારગ તારાથી તજાય ખરો ? તારા પિતાને તો સંભાર ! ક્યાં તારો ધર્મ અને ક્યાં તું ? ” વચ્છ ! તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો જી ! '' અરણિક શરમાઈ ગયો. એની વાણી જાણે સિવાઈ ગઈ. સુંવાળપને માર્ગે ચાલવા ટેવાઈ ગયેલું એનું મન સંયમજીવનની કઠોરતાના વિચારથી વિહ્વળ બની ગયું. પણ માતાને શું જવાબ આપવો ? એક તરફ સાધ્વી માતા હતી, બીજી તરફ મદભર માનુની હતી ! એક તરફ ધગધગતી ધરતી હતી, બીજી તરફ શીતલતા અર્પતી હવેલી હતી ! એક તરફ વૈરાગી શ્રમણજીવનનાં આકરાં તપ, ત્યાગ અને સંયમ હતાં, બીજી તરફ સંસારનાં સુખ, વૈભવ અને વિલાસો હતા ! rr અરણિક વિમાસી રહ્યો ‘કયે મારગ જવું ? માતાને કે માનુનીને ?' પણ કઠોર માર્ગ અને રુચતો ન હતો. અજાણતાં જ એનાથી બોલાઈ જવાયું : tr કાયર છું રે, મારી માવડી ! ચારિત્ર ખાંડાની ધારો જી Jain Education International 45 * માડી ! માડી ! મને ક્ષમા કર ! ચારિત્રના ખાંડાની ધાર ઉપર ચાલવાનું મારું ગજું નથી !" "4 ભદ્રા તો સાંભળી જ રહી : મારો અણિક આ શું કહી રહ્યો છે ? એ શું આવો કાયર બની ગયો ?” પણ હવે વાણીનું કામ ન હતું. સાધ્વી ભદ્રાએ છેલ્લી નજર "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy