________________
સંતોની ભિક્ષા ૧૫૩
વ્યસન જ પડી ગયું હતું. એટલે એમના કહેવાથી ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર નામે બે જૈન મુનિઓ ત્યાં રોકાઈ ગયા.
ત્યાગની ફૂલવેલ ઉપર તો સદા વૈરાગ્યનાં જ ફૂલડાં ખીલે. એવા જ ત્યાગી, વૈરાગી અને સંયમી હતા મુનિ ભાનુચંદ્ર અને એમના શિષ્ય મુનિ સિદ્ધિચંદ્ર, અને સાધુતાની સાથે સાથે વિદ્વત્તાનો યોગ થવાથી, એમનું વ્યક્તિત્વ વિશેષ પ્રભાવશાળી બન્યું હતું. બાણભટ્ટે શરૂ કરેલી અને એમના પુત્ર પુલિનભટ્ટે પૂરી કરેલી કાદંબરી નામે સંસ્કૃત મહાકથાની સરળ, સુંદર ટીકા ગુરુ-શિષ્યની આ બેલડીએ જ રચી હતી.
સમ્રાટ અકબર આ બંને મુનિવરોથી ચિરપરિચિત હતા. તેમાં ય મુનિ સિદ્ધચંદ્રને તો સાધુતા અને વિદ્વત્તાની સાથે દેવકુમાર જેવું રૂપ પણ મળ્યું હતું. એમની વાણી પણ ફૂલ જેવી મુલાયમ હતી. આ બાળસાધુને જોઈને અકબરશાહ એમના પર ખુશ ખુશ થઈ જતા અને જાણે એ પોતાનું જ સંતાન હોય એવું વહાલ શહેનશાહ એમના ઉપર વરસાવતા. આ મુનિની આવી ભવ્યતા અને તેજસ્વી બુદ્ધિ જોઈને અકબર બાદશાહે એમને પોતાના પૌત્રો સાથે એમના ઉસ્તાદો પાસે, ભણાવવાની ગોઠવણ કરી આપી હતી. સિદ્ધિચંદ્ર સંસ્કૃત અને પ્રાકૃતની જેમ પર્શિયન ભાષાના પણ વિદ્વાન હતા અને એ ભાષામાં એમણે ગ્રંથની રચના પણ કરી હતી.
મુનિ ભાનુચંદ્ર ઉપર સમ્રાટ અકબરને ઘણો જ વિશ્વાસ હતો. પોતાના પુત્રો – રાજકુમારોને શિક્ષણ આપવામાં પણ બાદશાહે એમનો ઉપયોગ કર્યો હતો રાજ ચલાવવાના ઇલમની સાથે એમનામાં સદાચારના સંસ્કાર પડે એટલા માટે.
એક વાર અકબરના ઇતિહાસકાર અને વિશ્વાસુ વિદ્વાન સાથી અબુલ ફજલને ભારતનાં બધાં દર્શનોનાં મૂળતત્ત્વો જાણવાની ઇચ્છા થઈ. આ માટે એમને મુનિ ભાનુચંદ્રજી યોગ્ય વિદ્વાન લાગ્યા. મુનિવરે મહાન આચાર્ય હરિભદ્રસૂરિએ રચેલ છ દર્શનની સમજૂતી આપતો (‘ ષડ્ગર્શનસમુચ્ચય ' નામનો ) ગ્રંથ અબુલ ફજલને ભણાવ્યો. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org