________________
નિર્મોહી ગુરુ
સુકોમળ બનવામાં ન રાગ કામ કરતો. દ્વેષ અને રાગને સદા અળગા રાખીને એ તો નિરંતર ગુણના જ ચાહક અને અવગુણના વિરોધી બની રહેતા.
આચાર્ય પોતે સદા જાગતા રહેતા અને શિષ્યોને જાગ્રત રખવામાં માનતા.
આવા હતા આચાર્ય ગાગ્ય
--
૧૭૫
Jain Education International
સદા અપ્રમત્ત, સદા સાવધાન.
કાળ કાળનું કામ કરતો હતો.
વૃદ્ધ આચાર્ય વધારે વૃદ્ધ થયા, ઊછરતી વયના શિષ્યો યૌવનના મધદરિયે આવી પહોંચ્યા. પાંખો આવતાં પંખીઓ ઊડી નીકળે એમ ગજા પ્રમાણે જ્ઞાન અને ચારિત્ર્યની સાધના કરતા પ્રૌઢ મુનિવરો ગુરુની અનુજ્ઞાથી સ્વતંત્ર વિહરવા લાગ્યા.
એક બાજુ રહ્યા વૃદ્ધ ગાચિાર્ય, બીજી બાજુ રહ્યા યૌવનમાં થનગનતા સાધુઓ. બેનાં મનનો મેળ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. ગુરુ તો એ ના એ હતા; ઊલટો શાન અને શીલની સાધનાનો રંગ વધારે ઘેરો બન્યો હતો અને સમતારસ પણ વધારે સ્થિર થયો હતો. પણ, તલવારની ધાર ઉપર ચાલવું મુશ્કેલ હોય છે, એમ શિષ્યોને માટે ગુરુઆજ્ઞાનું પાલન અને સંયમનું અણીશુદ્ધ આરાધન ધીમે ધીમે મુશ્કેલ બનતું જતું હતું.
એક દિવસની વાત છે. ગુરુએ જોયું કે કેટલાક શિષ્યો અધ્યયનમાં તો ભારે હોશિયાર હતા, પણ એમની વિદ્યા હૈયામાં ઊતરવાને બદલે માથે ચડી બેઠી હતી. એ વિદ્યાથી વિનમ્ર બનવાને બદલે અહંકારથી મદમાતા બની ગયા હતા. ગુરુએ એમને ચેતવ્યા, અને જ્ઞાનનું ફળ વિરતિરૂપે ચરિતાર્થ કરી બતાવવા કહ્યું, તો એમનાં મોઢાં ચડી ગયાં; એટલું જ નહિ, કેટલાક તો સામો ઉત્તર પણ આપી બેઠા ! વિદ્યાનું રસાયણ એ બિચારા ન પચાવી શક્યા !
કેટલાક શિષ્યો ભણવામાં પાછળ હતા, પણ સંયમમાં અને
For Private & Personal Use Only
www.jainelibrary.org