________________
૧૭૪ ૦ અભિષેક
સંયમસાધના અને અનિવાર્ય દેહચિંતાને મૂકીને બાકીનો બધો વખત આચાર્ય શિષ્યોના અધ્યાપનમાં અને એમની સંયમયાત્રા નિરાકુલ બની રહે એની ચિંતામાં આપતા.
આચાર્ય જેમ જબરા સાધક હતા એમ એમનું જ્ઞાન પણ ખૂબ વિશાળ અને ખૂબ ઊંડું હતું, જાણે બધાં ય શાસ્ત્રો એમના કોઠામાં આવીને વસી ગયાં હતાં.
જ્યારે આચાર્ય શિષ્યોને અધ્યયન કરાવતા હોય અને શિષ્યો પણ વિદ્યાની વિવિધ શાખાઓનું અધ્યયન કરીને પોતાની જિજ્ઞાસાને સંતોષવા પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂત્રે જતા હોય અને આચાર્ય એના સંતોષપ્રદ ઉત્તરો આપ્ટે જતા હોય ત્યારે તો ગાર્ગ્યુસૂરિ સાચેસાચ સરસ્વતીના જ અવતાર લાગતા.
અધ્યયન-અધ્યાપન એ તો એમનું પ્રાણપ્રિય કાર્ય બની ગયું હતું – એ સમજતા કે માનવીની પાસે જો જ્ઞાનનો દીવો હશે તો આત્માને મલિન કરતો કચરો અને આત્માને અજવાળતાં સદ્ગુણરૂપી રત્નો શોધી કાઢતાં વાર નહીં લાગે, અને જ્ઞાનદીપને ઉવેખીને બીજી હજાર વાતો હશે તો પણ છેવટે એ બધી એકડા વિનાનાં મીંડાં જેવી અર્થહીન સાબિત થવાની છે.
પ્રમાદમાં લપસી પડતા, કષાયમાં સરકી પડતા અને મોહમાયામાં ફાઈને સંયમમાં શિથિલ બનતા શિષ્યો પ્રત્યે આચાર્યનું અંતર વજસમેં કઠોર બની જતું : એવા માર્ગભૂલ્યા શિષ્યોને એક સેનાપતિની મક્કમતાથી તેઓ અનુશાસન આપતા અને એમને સાચે માર્ગે આવવાની ફરજ પાડતા. શિષ્યોને અવળે માર્ગે પ્રેરનારો શિષ્યમોહ એમને સ્પર્શ પણ ન કરી શકતો.
અને જેઓ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન બની આત્માની સાધના કરતા એમના ઉપર તો એમનું અંતર એક પિતાના જેવો સ્નેહ વરસાવતું અને કમળ સમું સુકોમળ બની જતું.
વજસમા કઠોર બનવામાં ન તો દ્વેષ કામ કરતો કે કમળ સમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org