________________
નિર્મોહી ગુરુ
ધારણ કરી એ આચાર્યપ્રવર, કૌ આત્મયોગીની જેમ સદાકાળ નિજાનંદમાં મસ્ત રહેતા; અને વિશ્વના માયાવી લોભામણા પ્રપંચમાં જરા ય અટવાયા વગર પોતાની આત્મસાધનાની યાત્રા આગળ વધારતા રહેતા.
કષાયો, વાસનાઓ અને દોષોને ધમીધમીને આત્માના કુંદનને સ્વચ્છ અને શુદ્ધ બનાવવા એ સદાસર્વદા જાગ્રત રહેતા અને પ્રમાદને પાસે ફૂંકવા પણ ન દેતા. પળમાત્રની પણ અસાવધાની આત્મસાધનાના દોરને ખંડિત બનાવી દે છે અને આત્માને પતનના ઊંડા ખાડામાં ફંગોળી દે છે, એ વાત તેઓ બરાબર જાણતા હતા.
આવા હતા શીલ અને પ્રજ્ઞાથી સદા શોભતા આચાર્ય ગાગ્યું. વડલો મોટો થાય અને અનેક વડવાઈઓથી શોભી ઊઠે એમ આચાર્ય ગાર્ગી સેંકડો શિષ્યોના પરિવારથી વીંટળાયેલા રહેતા.
૧૭૩
સૂર્યની આસપાસ અસંખ્ય તારાઓ અને ગ્રહો ફર્યા કરે એમ સંતોને, સાધકોને અને ત્યાગી-જ્ઞાની ગુરુઓને શિષ્યો અને ભક્તો શોધતા આવે છે. ધર્મશ્રદ્ધાના પ્રેર્યા કેટલા ય આત્માઓ આચાર્યનું શિષ્યત્વ સ્વીકારીને કૃતાર્થ થયા હતા.
જ્ઞાનામૃતના પિપાસુ સેંકડો માનવીઓ આચાર્યના ચરણે આવીને બેસી ગયા હતા અને શાસ્ત્ર-અધ્યયનમાં પોતાનો કાળ નિર્ગમન કરીને પોતાનું જીવન અજવાળતા હતા.
તો વળી આત્માના આશકો બનીને અહિંસા, સંયમ અને તપને માર્ગે આત્મશુદ્ધિ અને આત્મસાધના કરવા ઇચ્છનારાઓનો પણ ત્યાં કંઈ તોટો ન હતો.
આમ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્ય દ્વારા મોક્ષમાર્ગની સાધનાની નિર્મળ અખંડ ધાચ ત્યાં ચાલ્યા કરતી; અને અનેક પાપી માનવીઓને પણ પુણ્યને પંથે પ્રેર્યા કરતી.
આમ આચાર્ય ગાર્થ જેમ આત્મસાધક હતા તેમ લોકજીવનના ઉપકારક બનીને હજારો આત્માઓના ઉદ્ધારક પણ બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org