SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૦ અભિષેક ભક્તિમાં ખબરદાર રહેતા; એ પણ ધીમેધીમે સ્વાદલા અને સુખરસિયા બનવા લાગ્યા હતા. હવે તો ધીમેધીમે આળસ પણ ઘર કરવા લાગી હતી. જે શિષ્યો એક વેળા ચપળતાપૂર્વક અભ્યાસમાં અને સંયમપાલનમાં તત્પર રહેતા એ હવે જડ જેવા બનવા લાગ્યા હતા. અરે, કેટલાક તો એવા સાન-ભાન વગરના બની ગયા હતા કે ગુરુ કહે એનાથી અવળું વર્તન કરવામાં જ એમને આનંદ આવતો ! ખોટી મોટાઈ જાણે એમના માથે ચડી બેઠી હતી ! એક દિવસ એક શિષ્યને ભિક્ષા માટે કહ્યું, તો એમાં એને નામ લાગી; એને થયું : “ભીખ માગવા તે વળી કોણ જાય !' બિચારો સાધુજીવનનો મૂળ ધર્મ જ ભૂલી ગયો ! બીજાને ભિક્ષા માટે ભારપૂર્વક કહ્યું તો એણે આડાંઅવળાં બહાનાં શોધીને ના પાડી; અને જરા વધારે ભારપૂર્વક કહ્યું તો કહે કે, “મને એ કોઈ ઓળખતા નથી, એટલે મને ભિક્ષા નહીં મળે !” ' ત્રીજાને ભિક્ષા માટે કહ્યું તો એ તાડૂકી ઊઠ્યો : “મને એકલાને જ ભાળ્યો લાગે છે ! બીજા કયાં નથી? એમને મોકલો ને !” ધીમેધીમે સાધુઓ સામાન્ય કામની પણ આળસુ બનવા લાગ્યા. રખે ને ગુરુ કામ બતાવે કે ઠપકો આપી બેસે એ બીકે કેટલાક તો ધર્મસ્થાનની બહાર જ આમતેમ ફરવા ચાલ્યા જતા અને પ્રમાદમાં તેમજ નિરર્થક ગપ્પાં મારવામાં સમય બરબાદ કરતા. વાત આથી પણ આગળ વધી. ગુરુ કોઈ કામ માટે બહાર જવાનું કહે તો એ કામ કર્યા વગર જ પાછા આવે, અને ખુલાસો પૂછતાં સાવ જુકો જવાબ આપે. જ્ઞાની અને અનુભવી આચાર્ય આ બધું જોઈને બેચેન બની ગયા. એમને ચિંતા થવા લાગી કે આ શૈથિલ્ય અને આ ઉદ્ધતાઈ ન માલૂમ ક્યાં જઈ અટકશે ? સિંહણનું દૂધ સુવર્ણપાત્ર સિવાય બીજું પાત્ર ન ઝીલી શકે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy