________________
નિર્મોહી ગુરુ
સંયમનું દૂધ ઝીલવામાં આ શિષ્યો ખરેખર અ-પાત્ર સાબિત થયા !
ગાચિાર્યની ચિંતા દિનપ્રતિદિન વધુ ઘેરી બનતી જાય છે. એ વિચારે છે : શિષ્યો જો આવા જ આચારહીન બનતા ગયા તો એમનું પોતાનું તો અકલ્યાણ થશે જ, પણ સાથે સાથે શાસનનું પણ અકલ્યાણ થયા વગર નહીં રહે, અને આવા શ્રમણોની શિથિલતાનો દોષ આખા સંઘમાં વ્યાપી જશે.
એમણે હજી ય પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયત્ન કરી જોવાનો સંકલ્પ કર્યો.
એક વાર બધા શિષ્યોને ભેગા કરીને એમણે સૌને પ્રેમપૂર્વક વાત કરી અને આવી શિથિલતાથી પાછા ફરવા કહ્યું; પણ પથ્થર ઉપર પાણી ! એક કાનથી સાંભળેલું જાણે અંતરમાં ઊતરવાને બદલે બીજા કાનેથી નીકળી ગયું !
૧૭૭
ફરી વાર એમણે જરા ઉગ્ર બનીને ઠપકો આપ્યો તો કેટલાકનાં મોઢાં ચડી ગયાં, કેટલાકે નાકનાં ટેરવાં ચઢાવ્યાં અને કેટલાક તો ઉપહાસ પણ કરી બેઠા.
ત્રીજી વાર જ્યારે આચાર્યે સંઘ-શાસનની વાત કરી તો શિષ્યો જાણે વીફરી ગયા હોય એમ સામા થઈ ગયા.
આચાર્ય વધારે ચિંતિત બની વિચારવા લાગ્યા. એમણે જોયું કે આ સાધુઓ જિનભિક્ષાને પચાવી નથી શક્યા. ધીમે ધીમે અણહકની બનતી જતી એ ભિક્ષાએ એમના અંતરના તેજને અને સંયમના બળને હરી લીધું.
હવે તો એમને સ્પષ્ટ સમજાયું કે આ બધા ગળિયા બળદ જેવા બની ગયા છે. એમના પ્રત્યે ગમે તેટલો પ્રેમ દર્શાવો, એમને ગમે તેટલી શિખામણ આપો, એમને ગમે તેવો ઉપાલંભ આપો કે એમને સંઘ-શાસનનો ગમે તેવો ભય બતાવો વલોવવા જેવું જ સાબિત થવાનું છે.
એ બધું ય કેવળ પાણી
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org