________________
૨૧૦ અભિષેક
નાખતી ચાલી ગઈ. પેલો માનવી પણ પોતાના માર્ગે ચાલતો થયો. પેલો યાત્રાળુ પણ ધન્યતા અનુભવતો ભગવાન શંકરની પૂજા માટે સ્વસ્થ ચિત્તે આગળ વધ્યો.
મહાદેવજી પાર્વતીને કહે છે, “સતી ! જોયો ને નામના ભક્તો અને સાચા ભક્તો વચ્ચેનો ફે૨ ? દોરંગી દુનિયાના તો આવા જ રંગઢંગ સમજવા ! પણ સાચી પ્રભુસેવા તો પ્રભુની આજ્ઞાને માનવામાં જ સમાયેલી છે. એ આજ્ઞાના પાલન માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર કે માથું આપનાર માનવી તો લાખે પણ એક મળવો મુશ્કેલ ! એ માથું આપે તે જ મારો સાચો સેવક ! અને તો પછી લાખો ભક્તોમાં એકાદને જ હું રાજ્ય આપું તો એમાં ભક્તો વચ્ચે ભેદ પાડ્યો કહેવાય ખરો ?” પાર્વતીજી હસતાં હસતાં મહાદેવજીને નમી રહ્યાં.*
જૈનાચાર્ય શ્રીમેરુનુંગસૂરિકૃત ‘પ્રબંધચિન્તામણિ’માંના ‘વાસનાપ્રબંધ’ના આધારે. આવા પ્રબંધોનો સંગ્રહ કરનાર જૈનાચાર્યના દિલમાં કેવી ગુણગ્રાહક દૃષ્ટિ, કેવી ઉદારતા અને કેવી સર્વધર્મસમભાવની ઉમદા ભાવના ભરી હશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org