SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ન મારે વેર કે દ્વેષ ૦ ૧૧ એમને થતું કે હું એવું તે શું કરું કે જેથી કેવળ માનવી માનવી વચ્ચે જ નહીં પણ સમગ્ર જીવો વચ્ચે મૈત્રીન, સ્નેહગાંઠ બંધાય, અને કોઈ કોઈનું વૈરી કે વિરોધી ન રહે, સમગ્ર વિશ્વમાં અવૈરની સ્થાપના થાય, અને મારો આત્મા સર્વ જીવોનો મિત્ર બની રહે ! એક તરફ પ્રભાવતી સાથેના સંસારનો આનંદ, અને બીજી બાજુ અંતરમાં જાગતા આવા ઉદાત્ત મનોરથો : એવાં અવનવાં બે ભાવના-ચક્રો ઉપર રાજકુમાર પાર્શ્વનો જીવનરથ આગળ વધી રહ્યો હતો. એક દિવસની વાત છે. કુમાર પાર્શ્વ રાજપ્રાસાદના ગોખમાં ખડા છે. એ જુએ છે કે સેંકડો નર-નારીઓનો સમુદાય, પાણીના પ્રવાહની જેમ, એક જ દિશામાં જઈ રહ્યો છે. એમણે પરિચારકને પૂછ્યું : “આખું નગર આજે કઈ તરફ વહી રહ્યું છે ?” પરિચારકે કહ્યું: “સ્વામી ! નગરની બહાર કમઠ નામના એક મહાતપસ્વી અને મહાયોગી આવ્યા છે. એ પંચાગ્નિ પ્રગટાવીને કાયાની માયા-મમતા તમામ ઊતરી જાય એવું આકરું તપ કરે છે. એ એવાં એવાં કષ્ટો સહન કરે છે કે એ જોતાં કે સાંભળતાં જ હૈયું થંભી જાય. એની કીર્તિ ચોદિશામાં વિસ્તરી છે. આ જનસમુદાય એમનાં દર્શન કરી પાવન થવા જઈ રહ્યો છે.” પાર્શ્વકુમાર તો અંતરથી જનમજનમના જોગી ! પોતાના નગરમાં આવા મહાયોગી આવ્યાની વાત સાંભળી એ બેસી કેમ રહી શકે ? એ તો તરત જ પોતાના પરિચારક સાથે તાપસ કમઠની પાસે પહોંચ્યા. થોડી વાર એ તાપસને નીરખી રહ્યા. પછી એમણે જોયું કે તાપસનું કાયાનું કષ્ટ ખરેખરું અપાર છે; પણ એમાં વિવેકનીસારાસારના વિચારની ખામી છે. અને વિવેક ન હોય તો ગમે તેવી ઉગ્ર અને કષ્ટદાયક તપસ્યા પણ આત્માનો ઉદ્ધાર ન કરી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy