________________
૧૦ ૦ અભિષેક
સારું એ તમારું ! તમારો નિર્ણય એ જ આજનો યુદ્ધ કે શાંતિનો આખરી નિર્ણય બનશે.”
કલિંગરાજ , અને એમના સાથીઓ કુમારની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આવી સીધી-સાદી વાતનો શો જવાબ આપવો, એ નક્કી કરવું મુશ્કેલ હતું. પણ છેવટે એ કરુણામૂર્તિ અને અવૈરના અવતાર સમા રાજકુમારની વાત સૌનાં અંતરમાં વસી ગઈ અને યુદ્ધના ઓળા અદૃશ્ય થઈ ગયા અને સર્વત્ર શાંતિ અને સુલેહના સમીર વાઈ રહ્યા.
રાજા પ્રસેનજિત અને કલિંગરાજ તેમ જ બીજા રાજાઓ એકબીજાને પ્રેમથી ભેટ્યા જાણે ત્યાં મૈત્રીનું શાસન પ્રવર્તી રહ્યું. દેવોને ય દુર્લભ એવું એ પાવન દૃશ્ય જોઈ સૌની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ.
રાજકુમાર પાર્શ્વ યુદ્ધને જીતી ગયા હતા, પણ એ જીતમાં કોઈનો ય પરાભવ થયો ન હતો !
યુદ્ધનો નાદ શાંત થઈ ગયો હતો. સાથેસાથે વૈરનો હુતાશન પણ ઓલવાઈ ગયો હતો અને સર્વત્ર અવૈરની, મૈત્રીની, વાત્સલ્યની વિમલ સરિતા વહી નીકળી હતી.
રાજકુમાર પાર્શ્વની પ્રતિજ્ઞા સફળ થઈ. એનું સેનાપતિપદ અમર બની ગયું.
રાજકુમારી પ્રભાવતી અને પાર્શ્વકુમારનાં લગ્ન ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઊજવાયાં. એ ઉત્સવ બન્ને દેશની પ્રજાનો ઉત્સવ બની રહ્યો ! એ ઉત્સવમાં યુદ્ધના સર્વનાશની ભયંકર આગમાંથી ઊગરી ગયાનો આનંદ ભળ્યો હતો !
પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો સુખપૂર્વક વીતતા હતા, છતાં પાર્શ્વકુમારના મનમાં તો સદા સર્વદા અવૈર, પ્રેમ અને વિશ્વમૈત્રીના અને જગબાંધવ બનવાના જ મનોરથો જાગતા હતા. રાજવૈભવનાં પકિલ જળ એમને સ્પર્શી શકતાં ન હતાં અને વિલાસને પણ એમણે વિવેક અને વૈરાગ્યની પાળથી બાંધી લીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org