________________
૨૦૨ ૦ અભિષેક
ન જોયો. સત્તાની આગળ શાણપણે નમતું જોખવામાં જ સાર માન્યો. બલહીન ચૈત્યવાસીઓ તે દિવસે વધુ બલહીન સાબિત થયા.
અને બન્ને સુવિહિત શ્રમણોના પ્રયાસો સિદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા.
પુરોહિત સોમેશ્વરદેવની દૃઢતા સફળ થઈ.
પર આવા ઉરમ પણ એનો અ પ મહારાજઆઇ
પણ વાત આટલેથી પતે એવી ન હતી. મુખ્ય કામ તો હજી બાકી જ હતું. સુવિહિત સાધુઓનો પાટણ તરફનો વિહાર અને પાટણમાં નિવાસ મોકળો બને તો જ ધારેલું કાર્ય કંઈક પાર પાડયું લેખાય, નહીં તો આ વ્યક્તિગત સિદ્ધિ તો શું કામ કરી શકે ?
બન્ને આચાર્યોની આ મનોભાવના સોમેશ્વરદેવ બરાબર સમજતા હતા. એટલે એમણે દુર્લભરાજને વિજ્ઞપ્તિ કરતાં કહ્યું : “મહારાજ, આપે સુવિહિત શ્રમણોને રહેવાની અનુમતિ તો આપી, પણ હવે કૃપા કરી એમને માટે નિવાસભૂમિ પણ આપ જ આપો સ્વતંત્ર નિવાસભૂમિ વગર આવા ઉત્તમ મુનિવરો નિશ્ચિત અને નિરાકુલપણે ક્યાં વાસ કરી શકે ?”
દુર્લભરાજ વાતનું વાજબીપણું તરત જ સમજી ગયા અને ચૈત્યવાસીઓની હક્ક અને અધિકારની વાતોની પરવા કર્યા સિવાય એમણે ત્યાં આવી પહોંચેલા શૈવ આચાર્ય જ્ઞાનદેવને તરત જ વિજ્ઞપ્તિ કરી : “પ્રભો મારે આપને એક વિજ્ઞપ્તિ કરવાની છે : બે સુવિહિત શ્રમણો આપણા નગરમાં પધાર્યા છે, એમને ઊતરવાને માટે આપ જ ઉપાશ્રય આપો !”
સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા : જૈનાચાર્યોના નિવાસ માટે શૈવાચાર્યને વિજ્ઞપ્તિ ?
પણ શૈવાચાર્ય ભારે વિચક્ષણ અને ઉદાર પુરુષ હતા. એમણે તરત જ કહ્યું “રાજન્. નિષ્પાપી ગુણીજનોની આપ અવશ્ય સેવા કરો. બધા ધર્મોના ઉપદેશનો તેમ જ અમારા ઉપદેશનો પણ એ જ સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org