________________
ઉદારતા ૦ ૨૦૩
બાલભાવનો ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એ જ જિન છે. દર્શનોમાં ભેદ રાખવો એ મિથ્થામતિનું લક્ષણ છે.”
સભા આ ઉદારતા અને ગુણગ્રાહકતાને અભિનંદી રહી, અનુમોદી રહી.
છેવટે શૈવાચાર્ય જ્ઞાનદેવજીએ કહ્યું : “બજારમાં ( ચોખાબજારમાં) મધ્ય ભાગમાં રહેલી ત્રણ જણ ની માલિકીની જગ્યા પુરોહિત સોમેશ્વરજી પોતાની ઈચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ શકે છે. એમાં અમારા પક્ષ તરફથી કે સામા પક્ષ તરફથી જે કંઈ અંતરાય આવશે, એનું નિવારણ હું કરીશ.”
ચૈત્યવાસીઓ બિચારા ચૂપ થઈ ગયા. એમને થયું ઃ મહારાજા દુર્લભરાજે એમની વાતને ભલે માન્ય રાખી, પણ એમના પગ તો ઉખાડી જ નાખ્યા હતા ! ન માલૂમ, આ પ્રક્રિયા હવે કયાં જઈને અટકશે અને આપણા અબાધિત અધિકારનું શું થશે ?
પણ જ્યાં રાજા પોતે જ રૂક્યો ત્યાં બીજું શું થઈ શકે ? ધણીનો ધણી કોણ બની શકે ? * રાજસભા તો શૈવાચાર્યની આ ઉદારતાને અને દુર્લભરાજની અજબ કુનેહને પ્રણમી રહી.
અને સૌના આશ્ચર્ય વચ્ચે પુરોહિત સોમેશ્વરદેવે ઊભા થઈને વિનમ્ર વાણીમાં જાહેર કર્યું : “આવા સુવિહિત શ્રમણોને રહેવા માટે હું બાહ્મણ મારા પોતાને ખર્ચ ઉપાશ્રય બંધાવી આપીશ !”
જાણે આજે ગુર્જરપતિની રાજસભામાં ધર્મની ઉદારતાની હરીફાઈ મંડાઈ હતી, અને કોઈ પણ એમાં પાછળ રહેવા તૈયાર ન હતું!
તે દિવસથી ચૈત્યવાસના અને ધર્મક્ષેત્રના શુદ્ધીકરણનાં પગરણ મંડાઈ ગયાં. ગુરુ વર્ધમાનસૂરિજીની ભાવના સફળ થઈ અને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો અવિરત પુરુષાર્થ ચરિતાર્થ થયો.
અને તે દિવસે રાજા અને પ્રજા બ્રહ્મ અને સમનો તથા બ્રાહ્મણત્વ અને શ્રમણત્વનો સાચો અર્થ પામીને કૃતકૃત્ય થયાં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org