________________
૧૮
કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર
ધનજી મોરબિયાના સુપુત્રનું નામ સરૂપચંદ મોરબિયા; બાપની નીડરતા ને બહાદુરીનો બીજો નમૂનો જ જોઈ લો. સરૂપચંદ અત્યારે, ઈ.સ. ૧૯૫૭માં હયાત છે. એમની પડછંદ અને રૂપાળી કાયા જાણે બે ઘડી જોઈ રહીએ એવી છે. તેમના જીવનનો એક આ પ્રસંગ જાણવા જેવો છે.
એક કાળે કચ્છના રાપર પરગણામાં માળિયાના મિયાણા હાજી મૌવર નામના એક ઇસ્લામી બહારવટિયાની હાક વાગતી હતી. આખો પ્રદેશ એના નામથી જાણે થીજી જતો હતો.
એક વખત હાજી મૌવર પોતાના સાથીઓ સાથે દેશલપુર ઉપર ત્રાટકયો. એ પોતે દૂર ઊભો હતો અને એના સાથીદારો ધનજી મોરબિયાના ઘર ઉપર ઊતરી પડ્યા. ધનજી મોરબિયા તો આ પહેલાં દેવગત થઈ ગયા હતા, પણ એમના પુત્ર સરૂપચંદ ઘરમાં ઉપલે મજલે બેઠા હતા. ઘોંઘાટ સાંભળીને એમણે બારીએથી બહાર જોયું તો બહારવટિયા નજરે પડ્યા ! તરત જ પોતાની બંદૂક હાથ કરી અને કારતૂસનો પટો ખભે ચડાવીને એ નીચે ઊતર્યા અને બહારવટિયાઓની સામે છાતી ધરીને ઊભા રહ્યા અને તાડૂક્યા?
“ખબરદાર ! એક કદમ પણ આગળ વધ્યા છો, તો આ નાળચાવાળી તમારી સગી નહીં થાય ! ત્યાં ને ત્યાં ઠાર થઈ જશો! તમે ઘણા છો એટલે છેવટે ભલે મારું મોત થાય, પણ તે પહેલાં હું તમારાં પાંચ-સાત બૈરાંઓને રંડાપો આપ્યા વગર નહીં રહું એની ખાતરી રાખજો !”
હાજી મૌવર આ ગડબડ સાંભળીને ત્યાં આવી પહોંચ્યો અને . સરૂપચંદને વાત પૂછી. સરૂપચંદે જરા ય ખમચાયા વગર કહ્યું : “મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org