________________
ઉદારતા ૦ ૨૦૧
સોમેશ્વરદેવે કહ્યું : “આવા સુવિહિત શ્રમણોને આખા નગરમાં ક્યાં ય સ્થાન ન મળ્યું અને તેઓ મારે આંગણે પધાર્યા. મેં શાસ્ત્રજ્ઞાનો વિચાર કરીને અને ગુણગ્રાહક દૃષ્ટિથી દોરવાઈને એમને મારે ત્યાં ઉતારો આપ્યો. એટલામાં ચૈત્યવાસીઓના માણસો મારે ત્યાં આવીને બન્ને સુવિહિત શ્રમણોને વિદાય કરી દેવાનું કહેવા લાગ્યા. મેં એમની વાત ન સ્વીકારતાં રાજ્ય પાસે ન્યાયની માગણી કરી – આમાં દોષ ક્યાં છે, એ જ સમજવું મુશ્કેલ છે. અને છતાં આમાં કંઈ દોષ થતો ભાસતો હોય તો તે મારા અતિથિઓનો નહીં, પણ મારો પોતાનો જ દોષ છે, અને તેથી એ માટે જે કંઈ સજા કરવાની થતી હોય તે મને કરવામાં આવે એટલી જ મારી માગણી છે. ”
દુર્લભરાજ તો ગંભીર બનીને સાંભળી રહ્યા: આવી ઉચિત અને " વિવેકભરી વાતમાં કોઈને દોષપાત્ર પણ કેમ ઠેરવી શકાય ?
પરંતુ છેવટે આડે માર્ગે ફંટાયેલી ધર્મસત્તા આગળ રાજસત્તા કંઈક વિચારમાં પડી ગઈ અને દુર્લભરાજ પોતાના પૂર્વજોથી ચાલી આવતી આ પરંપરાની સામે ફેંસલો આપતાં જાણે સંકોચ અનુભવી રહ્યા !
છતાં એમણે એટલું તો કહ્યું જ કે, “ગુણીજનોનું પૂજન એ તો રાજ્યનો ધર્મ છે, અને આવા શીલસંપન્ન પુરુષોથી તો આપણા નગરની શોભા વધે છે. આવા ધર્મપુરુષોના આગમનથી રાજ્યનું કલ્યાણ થાય છે, અને જનસમૂહ ધર્મનો સાચો માર્ગ સમજી શકે છે.”
પછી એમણે ચૈત્યવાસીઓને ઉદ્દેશીને કહ્યું : “આપના અધિકારમાં બાધા કરવા માટે નહીં, પણ આવા સુવિહિત શ્રમણો આપણા નગરમાં રહી શકે એટલા માટે એ વાત આપ અમારી પ્રાર્થનાથી કબૂલ કરો.” •
ચૈત્યવાસીઓ પણ શિથિલ મનના જ હતા. એમના મનમાં કેટલી તાકાત હોય ? એમણે રાજાજીની ઈચ્છાવિરુદ્ધ પોતાની વાત વધારે દૃઢતાપૂર્વક રજૂ કરવામાં સાર ન જોયો, અને પોતાની વાતમાં વાજબીપણાનું બળ તો હતું જ નહીં એટલે એમણે વધુ તાણવામાં સાર
Jain Education International
For Private & Personal Use Only
- WWW.jainelibrary.org