SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ૯ અભિષેક “ “જન્મા દાસો, મૃગો, હંસો, ચાંડાલો, દેવ સાથમાં; ' – આ અડધા શ્લોકનું બાકીનું અડધિયું મેળવીને આખો શ્લોક પૂરો કરી આપે એવા નરને જે શોધી આપશે તેને મહારાજ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાનું અરધું રાજ્ય આપશે.” ઢંઢેરાનો ભાવ એ હતો કે “દાસરૂપે, મૃગરૂપે, હંસરૂપે, ચાંડાલપુત્રરૂપે અને દેવરૂપે – એમ પાંચ જનમ સુધી મારી સાથે ને સાથે રહેનારે મારો ભાઈ આ જન્મે વિખૂટો પડી ગયો છે. એ વિખૂટો પડેલો મારો ભાઈ જ્યાં હોય ત્યાંથી મારી પાસે આવી હાજર થાય અને મારા દુઃખી મનને સુખ-શાંતિ આપે ! મારા ભાઈને શોધી આપનારને હું મારા અરધા રાજ્યનો માલિક બનાવીશ.” ચક્રવર્તીનો ઢંઢેરો અને આવડું મોટું ઈનામ ! પછી તો પૂછવું જ શું ? એ અડધો શ્લોક તો શહેર શહેર, ગામે ગામ અને ગલીએ ગલીએ માનવીનાં મુખે ગવાવા લાગ્યો – જાણે કોઈ મહાસિદ્ધિમંત્ર ન હોય ! જાણે સૌને એનું ઘેલું લાગ્યું ન હોય ! એક દિવસની વાત છે : ચિત્રમુનિ* ગામેગામ ફરતા ફરતા. કાંડિલ્ય નગરના ઉદ્યાનમાં આવીને ઊતર્યા હતા. ઉદ્યાનનો માળી છોડવાને પાણી પાતાં પાતાં પેલો અરધો શ્લોક ગણગણી રહ્યો હતો. ચિત્રમુનિના કાને એ શબ્દો આવ્યા, અને એ ઊંડા વિચારમાં ઊતરી ગયા. વિચાર કરતાં કરતાં એમના અંતરમાં પ્રકાશ પથરાય, મને સમજાયું ઃ અરે, આ તો અમારા જ પૂર્વજન્મોની કથા! મારો ભાઈ જ મને શોધતો લાગે છે ! મુનિએ માળીને પોતાની પાસે બોલાવીને એ વાતનું રહસ્ય પૂછ્યું. માળીએ બધી વાત માંડીને કહી સંભળાવી ત્યારે ચિત્રમુનિએ એને કહ્યું : “એ અડધા શ્લોકનું બાકીનું અડધિયું મારી પાસે છે, હું એ અધૂરા શ્લોકને પૂરો કરી આપું છું. જો આ રહ્યો એનો બાકીનો * છઠ્ઠા ભાવમાં પણ ચોથા ભવનું આ નામ જ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy