SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ૦ અભિષેક આર્ય સિંહગિરિ પણ હમેશાં એ જ ચિંતા સેવતા કે મુનિ વજે મારી પાસેથી જેટલું જ્ઞાન મળી શકે એમ હતું તે તો મેળવી લીધું છે. હવે આગળનું જ્ઞાન એને કોની પાસેથી મળે ? દસ પૂર્વનું જ્ઞાન તો હજી મેળવવું બાકી હતું. એ માટે કંઈક તો કરવું જોઈએ. તે કાળે આચાર્ય ભદ્રગુપ્તસૂરિ અવંતીનગરીમાં રહેતા હતા. એ જેવા વયોવૃદ્ધ તેવા જ જ્ઞાનવૃદ્ધ અને એમનું ચારિત્ર પણ એવું જ અણીશુદ્ધ. દશ પૂર્વના જ્ઞાનના એ ધારક હતા. સર્વ શાસ્ત્રો જાણે એમને હળે વસી ગયાં હતાં. એમની તોલે આવે એવા શાસ્ત્રજ્ઞ તે કાળે બીજા કોઈ ન હતા. જિંદગીના આરે બેઠેલા આચાર્ય ભદ્રગુપ્તને ઘણી વાર ચિંતા થઈ આવતી : શાસ્ત્રઅધ્યયન તો અનેક શિષ્યોએ કર્યું છે, પણ આ પૂર્વજ્ઞાનને ઝીલનાર પાત્ર મળવું હજી બાકી છે, સિંહણના દૂધને ઝીલી શકે એવું કોઈ પાત્ર મળી આવે તો કેવું સારું ! નહીં તો, આ જ્ઞાનનો ભંડાર શું આ કાયાની સાથે જ વિલીન થવા સર્જાયો હશે ? જેમ જેમ જિંદગીનો છેડો નજીક આવતો ગયો, તેમ તેમ એમની ચિંતા વિશેષ ઘેરી થવા લાગી; હવે તો જાણે એમને સુપાત્ર મુનિની રાતદિવસ ઝંખના જ રહ્યા કરતી. એક દિવસ આથમતી સંધ્યાએ આચાર્યનું મન આ ચિંતાથી જ ભરાઈ ગયું. એમનું રોમરોમ જાણે એ ચિંતાના જ પડઘા પાડતું હતું. આચાર્ય ભદ્રગુપ્ત એ વિચારમાં જ નિદ્રાધીન થયા. એમની એ રાત નિદ્રા અને ચિંતાની ફૂલગૂંથણીમાં જ પસાર થઈ. સવારે આચાર્યે ભિક્ષુઓને કહ્યું : “રોજ સ્વપ્ન વગરની નિદ્રા લેનાર મને આજે એક સુંદર સ્વપ્ન આવ્યું ઃ મારા હાથમાં રહેલ દૂધ ભરેલું પાત્ર લઈને કોઈ પી ગયું ! પીનારના મુખ ઉપર અજબ પ્રસન્નતા રમતી હતી. આ સ્વપ્ન અવશ્ય ફળવું જોઈએ.” સૌ સ્વપ્નફળની વિચારણામાં પડ્યા. આ બાજુ આર્ય સિંહગિરિજી પણ કેટલાક વખતથી વિચારતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy