________________
જાગૃત આત્મા ૦ ૧૦૯
હતા :
મુનિ વજને આચાર્ય ભદ્રગુપ્ત પાસે પૂર્વનું જ્ઞાન મેળવવા મોકલવા જોઈએ, એમના જેવા મહાજ્ઞાનીને આવો પ્રજ્ઞાપ્રૌઢ શિષ્ય મળે તો સુવર્ણમાં સૌરભનો યોગ થાય.”
અને આ વિચારને અમલમાં મૂકવા એમણે શપુરનગરથી થોડા દિવસ પહેલાં જ આર્ય વજને અવંતી તરફ ભદ્રગુપ્તસૂરિ પાસે રવાના કર્યા હતા.
આર્ય વજ વિચરતાં વિચરતાં એ જ દિવસે અવંતી આવી પહોંચ્યા, અને સૂર્ય થોડોક ઊંચે ચઢ્યો ત્યાં એ મુનિ આચાર્ય ભદ્રગુપ્તનાં ચરણોમાં પહોંચી ગયા.
આચાર્યને પોતાનું સ્વપ્ન તરત ફળ્યું લાગ્યું.
આર્ય વજે વિનયપૂર્વક પોતાને પૂર્વનું જ્ઞાન આપવાની ભિક્ષા માગી. આચાર્ય ભદ્રગુપ્તની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ; એ ફક્ત એટલું જ બોલ્યા : વત્સ ! તારી જ તો રાહ જોતો હતો !”
આર્ય વજને તો ભૂખ્યાને ઘેબર મળ્યા જેવું થયું. એ તો સતત જાગ્રત રહીને જ્ઞાનસાધનામાં લીન બની ગયા.
ગુરુ અને શિષ્ય જાણે એક આત્મરૂપ બની ગયા. ગુરુ જ્ઞાન આપતાં થાકતા નથી; શિષ્ય જ્ઞાન લેતાં ધરાતો નથી. ગુરુ પોતાની જાતને ધન્યધન્ય માને છે, શિષ્ય પોતાના જીવનને બડભાગી માને છે.
અને એક દિવસ જ્ઞાની આર્ય વજ મહાજ્ઞાની દશપૂર્વધર બનીને, આચાર્ય ભદ્રગુપ્તને છેલ્લી ચરણવંદના કરીને, પોતાના ગુરુ આર્ય સિંહગિરિ પાસે જવા રવાના થયા.
સંઘે મહાજ્ઞાની આર્ય વજને આચાર્યપદે સ્થાપી પોતાના નાયક બનાવ્યા.
દુનિયા પણ ભારે અજબ અને દોરંગી છે. કોઈ ભોગ-વિલાસને માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org