________________
પ્રેમ-પાવકની જ્વાળા
પહેલાં અહીં પહોંચી ગયા હોવા જોઈએ. અમે તો એમની પાછળ પાછળ આવીએ છીએ. આપ અમને એમનાં દર્શન કરાવશો તો આપનો અનુગ્રહ થશે. ”
"
કોણ કોને શું કહે ?
છેવટે સાગર શ્રમણે કહ્યું : “મુનિવરો, અહીં દાદાગુરુ તો આવ્યા નથી જાણ્યા; પણ એક વૃદ્ધ નિગ્રંથ કેટલાક વખતથી અમારા શ્રમણસંઘમાં આવીને રહ્યા છે ખરા.
""
૧૦૩
એટલામાં થોડેક દૂર એક વૃદ્ધનિગ્રંથ, ધરતી ત૨ફ નેત્રો ઢાળીને, યતનાપૂર્વક ગંભીર ગતિએ આવતા દેખાયા.
સાગર શ્રમણે કહ્યું : “ એ જ પેલા વૃદ્ધ નિગ્રંથ ! "
વૃદ્ધ મુનિ વધુ નજીક આવ્યા. ઉજ્જૈનીથી આવેલ શ્રમણસંઘ એમને નીરખી રહ્યો અને એકાએક બોલી ઊઠ્યો : “એ જ આચાર્ય ભગવાન ! એ જ મહાજ્ઞાની અનુયોગાચાર્ય ! એ જ મહાવીર્યશાલી આર્ય કાલક !”
સાગર શ્રમણ તો સ્તબ્ધ થઈ ગયા : “ આ મારો કેવો અપરાધ ! દાદાગુરુની આશાતના ! આવા મહાજ્ઞાનીની અવગણના ! ન મેં એમને વંદના કરી, ન મેં એમનો સત્કાર કર્યો ! ઊલટું એમની પાસે મારી વંદના કરાવી; મારા પ્રવચનની પ્રશંસા કરાવી ! ધિક્કાર હજો આ જીવનને !”
અને સાગર શ્રમણ દોડીને ગુરુચરણોને પખાળી રહ્યા :
“ક્ષમા, ભગવંત! ક્ષમા ! આ અવિનીતને પ્રાયશ્ચિત્ત આપી પાપમુક્ત કરવા કૃપા કરો !”
"
હાસ્યવિકસિત વદને, સાગર શ્રમણને મસ્તકે હાથ મૂકતાં આર્ય કાલક બોલ્યા : “વત્સ, તારી અનુયોગભક્તિથી હું પ્રસન્ન છું. તારી સાથે પ્રચ્છન્ન રહીને જ હું તારા જ્ઞાનતેજને પિછાની શક્યો છું. એમાં તારો દોષ ક્યાં ? અહંભાવના આ અલ્પવિષને દૂર કર અને તને ચિત્તશુદ્ધિ અને આત્મદર્શનના અનુભવનો પરમ આનંદ મળશે !”
ઉજ્જૈનીના નિગ્રંથોની તો જાણે વાણી જ હરાઈ ગઈ હતી. એમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org