________________
૧૦૪૦ અભિષેક
અંતરની વાત એમનાં આંસુઓ જ કહી રહ્યાં હતાં. એ સૌ દીનભાવે આર્ય કાલકને વંદી રહ્યા. '
છેવટે એમણે કહ્યું: “ભગવંત ! આવી આકરી શિક્ષા ! અમારા દોષને માટે આપના દેહનું આટલું ઉગ્ર દમન ! ક્ષમા ! મહાગુરુ, ક્ષમા ! અમારો અપરાધ ક્ષમા કરો !” - આર્ય કેલક ગંભીરભાવે બોલ્યા : “નિગ્રંથો, આપણે સૌ એક જ પંથના પથિકો અને એક જ શાસનના સૈનિકો છીએ ! એમાં પછી દોષોની વહેંચણી કેવી ? ત્યાં તો દોષ દૂર કરવો એ જ એકમાત્ર કર્તવ્ય અને એ દોષને દૂર કરે એ જ સાચી શિક્ષા ! આજે એ શિક્ષા સફળ થઈ. એ શિક્ષાએ તમારો પ્રમાદ દૂર કર્યો અને સાગર શ્રમણનો અહંભાવ અળગો કર્યો. વત્સો ! તમારાથી હું નારાજ કેવો? તમે સર્વ તો મારાં અંગ છો ! હું તમ સર્વ ઉપર પ્રસન્ન છું ! સૌ અપ્રમત્ત બનીને અનુયોગની ભક્તિ કરો, આત્માની શુદ્ધિ કરો અને શાસનની પ્રભાવના કરો ! આપણા નિગ્રંથ જીવનનો આ જ સાર !” - સૌ નિગ્રંથો સજળ નયને આર્ય કાલકને વંદી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org