________________
જાગૃત આત્મા
મધ્યાહ્નનો સમય હતો.
નગરની મધ્યમાં આવેલું ધમગાર આજે ધર્મસૂત્રોના મધુર નાદોથી ગુંજી ઉઠ્યું હતું.
ચંડિલ (શૌચ) ગયેલા આર્ય સિંહગિરિ પાછા ફર્યા અને આ શાસ્ત્રધ્વનિ એમના કાને પડ્યો.
આચાર્ય ધમગારના દ્વારે ઊભા થઈ રહ્યા અને વિચારવા લાગ્યા : આ વેળાએ આ સ્વાધ્યાયનો ધ્વનિ કેવો ? અત્યારે તો આહારની વેળા છે. શું ભિક્ષા લેવા ગયેલા મુનિઓ ભિક્ષા લઈને પાછા પણ આવી ગયા અને સ્વાધ્યાયમાં નિરત થઈ પણ ગયા? મને શું આટલો બધો વિલંબ થયો ?'
આચાર્ય સિંહગિરિ તો સદા સાવધ રહેનાર પુરુષઃ સંયમયાત્રામાં જરા ય ખામી આવવા ન દે, અને એક પળમાત્રનો ય પ્રમાદ ન સેવે.
એમને આજનો ક્રમ રોજ કરતાં કંઈક જુદો જ લાગ્યો. આમ કેમ થયું ? – એની ચિંતામાં એ પડી ગયા.
અને શાસ્ત્રપાઠનો ધ્વનિ તો સતત આવ્યા જ કરતો હતો – જાણે કોઈ જ્ઞાની ગુરુ ઉચ્ચ સ્વરે પોતાના શિષ્યોને શાસ્ત્રવાચના આપતા ન . હોય !
આર્ય સિંહગિરિએ ધીમેથી અંદર નજર કરી, અને તેઓ ભારે અચરજમાં પડી ગયા. એમણે જોયું કે અંદર તો વજમુનિ એકલા જ પોતાના આસને બેઠો છે, અને ભિક્ષાએ ગયેલ મુનિઓનાં આસનોને પોતાની આસપાસ ગોઠવીને વાચનાચાર્યની જેમ, આગમશાસ્ત્રનો પાઠ આપી રહ્યા છે – જાણે અનેક શિષ્યોના વિદ્યાગુરુ ન હોય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org