________________
૧૦૬ ૦ અભિષેક
વજમુનિ તો બાળયોગી. પારણે ઝૂલતાં ઝૂલતાં અગિયાર અંગોને અવધારણ કરનાર એ તો મહાપ્રાજ્ઞ મુનિ. એ યૌવનને બારણે પહોંચ્યા અને એમની પ્રજ્ઞા પાંગરવા લાગી. શાસ્ત્રો અને એના અર્થો તો જાણે એમના કોઠામાં વસી ગયાં હતાં. એમનું જ્ઞાન શ્રમણ સંઘને જ્ઞાની બનાવવા તલસી રહ્યું ઃ જ્યોતિથી જ્યોતિ પ્રગટાવવામાં જ જ્યોતિ કૃતકૃત્ય થાય ને !
આજે આર્તવજની એ ઊર્મિ અદમ્ય બની ગઈ. જ્ઞાનદાતા ગુરુ બનવાનો ખેલ ખેલવાનું એમને મન થઈ આવ્યું, સમય પણ અનુકૂળ મળી ગયો. ગુરુ આર્ય સિંહગિરિ બહાર ગયા હતા, અન્ય ભિક્ષુઓ પણ ભિક્ષા માટે બહાર ગયા હતા, ધમગારમાં સાવ એકાંત હતું : આર્ય વજને ભાવતું મળી ગયું. એમણે બધા ભિક્ષુઓનાં આસનો પોતાની આસપાસ ગોઠવી દીધાં, અને પોતે પોતાનું કાર્ય શરૂ કર્યું. શાસ્ત્રપાઠોના સ્વરો બધે રેલાવા લાગ્યા..
આર્ય સિંહગિરિને લાગ્યું કે જાણે સરસ્વતી જ પોતાના મુખે શાસ્ત્રપાઠોનું ગાન કરી રહેલ છે ? શું એ શુદ્ધિ અને શું એ અર્થગંભીરતા ! ગુરુના અંતરમાં પ્રસન્નતાનાં અજવાળાં પથરાઈ રહ્યાં. પોતાના જ્ઞાનનો આવો વારસદાર જોઈને આચાર્ય પરમ સંતોષ અનુભવી રહ્યા.
પણ એ સંતોષ વ્યક્ત કરવાની આ વેળા ન હતી.
સૂરિજીએ વિચાર્યું : “વજ જો જાણી જાય કે ગુરુ આ ખેલ જોઈ ગયા છે, તો એ શરમાઈ જાય. અને એની ઊર્મિ કદાચ કરમાઈ પણ જાય. માટે એને સાવધ કરીને જ અંદર પ્રવેશવું ઉચિત છે.”
અને આર્ય સિંહગિરિએ ઉચ્ચ સ્વર કરીને ધમગારમાં પ્રવેશ કર્યો.
મુનિ વજ સાવધ બની ગયા, અને બધું યથાવત્ ગોઠવી દીધું. ભિક્ષાએ ગયેલા મુનિવરો પણ પાછા આવી ગયા.
જાણે કાંઈ જ બન્યું નથી એમ સૌ પોતપોતાના કાર્યમાં લાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org