SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર ૯ અભિષેક સાગર શ્રમણના અંતરમાં તો આનંદ આનંદ વ્યાપી રહ્યો. એ કહેવા લાગ્યા : “સાંભળો નિગ્રંથો ! સાંભળો મહાનુભાવો ! મારા દાદાગુરુ આર્ય કાલક અહીં પધારી રહ્યા છે. એ મહાજ્ઞાની અનુયોગાચાર્યનાં દર્શન કરી હું એમને પદો અને એના અર્થોના સંબંધમાં પૃચ્છા કરીશ . મારી શંકાઓનું નિરસન કરીશ !” એ તો દાદાગુરુના સ્વાગત માટે ભારે ઉત્સુકતા અનુભવે છે. એને થાય છે, ક્યારે અવસર પાકે અને ક્યારે મહાગુરુનાં દર્શન કરી પાવન થાઉં. એ મંગળ દિવસ પણ આવી પહોંચ્યો. ઉજ્જૈનીથી નીકળેલો શ્રમણ સંઘ સુવર્ણભૂમિમાં પગલાં માંડી રહ્યો. સાગર શ્રમણ સૌના સ્વાગત માટે સામે જઈ રહ્યા છે. હવે તો અધઘડી, પા ઘડીની જ વાર છે : આ મળ્યા અને આ મહાગુરુનાં દર્શન થયાં સમજો ! હવે તો દસ-વીસ ધનુષનું અંતર જ બાકી છે. બન્ને શ્રમણ સંઘો એકબીજાને નીરખી રહે છે. સૌ આર્ય કાલકના દર્શન માટે આતુર છે. ઉજૈનીથી આવેલો શ્રમણ સંઘ વિચારે છે. સામે આવતા સાગર શ્રમણના નિગ્રંથસંઘમાં હમણાં જ આચાર્યદેવનાં દર્શન થયાં સમજો ! સાગર શ્રમણ વિચારે છે : ઉજ્જૈનીથી પધારતા શ્રમણસંઘમાં હમણાં જ દાદાગુરુનાં દર્શન થયાં સમજો ! પળ વીતી અને બન્ને શ્રમણ સંઘો સંમિલિત થઈ ગયા – જળમાં જળ જાણે ભળી ગયાં. અને સહુ આર્ય કાલકને શોધી રહ્યા. પણ આ શું ? આર્ય કાલકનાં દર્શન કેમ ક્યાંય ન મળે ? સાગર શ્રમણે તો દાદાગુરુનું નામમાત્ર જ સાંભળેલું, એમનાં પ્રત્યક્ષ દર્શન કરેલાં નહિ, એટલે એ આદરપૂર્વક પૂછવા લાગ્યા : “શ્રમણ ભગવંતો ! દાદાગુરુ અનુયોગાચાર્ય આર્ય કાલક ભગવાનનાં દર્શન કરાવી મને કૃતાર્થ કરો !” ઉજ્જૈનીનો નિગ્રંથસંઘ કહે છે : “આચાર્ય ભગવાન તો અમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy