________________
દેવ વધે કે પશુ ?
બળદોનું દુઃખ જોઈને તું તારી કાયાનું કષ્ટ વીસરી ગયો, અને દેહની પરવા કર્યા વગર તે પાંચસો ગાડાંને નદી પાર ઉતારી દીધાં. ત્યારે તારો દેહ તો હતો પશુનો, પણ એમાં પશુતાને બદલે કેવી કરુણાપરાયણતાનું અમૃત ભર્યું હતું !”
શૂલપાણિ જાણે માખણનો પિંડ બની ગયો.
"
:
પ્રભુએ વાત પૂરી કરતાં કહ્યું : “એ તારી કરુણાએ તને દેવનો અવતાર અપાવ્યો. પણ વેર વાળવાના આવેશને લીધે તારામાં પ્રગટેલ દ્વેષ, ક્રોધ અને અહંકારે તને માર્ગ ચુકાવ્યો ઃ તું તારું દેવપણું ભૂલીને પાશવતાનો ઉપાસક બન્યો ! નિર્દોષ માનવીઓને રંજાડે, અને વેરના વડવાનળમાં પોતાનું આત્મધન સુધ્ધાં ભસ્મીભૂત કરે એ તે દેવ ગણાય કે પશુ ? તું પશુ હતો ત્યારે તેં દેવને શોભે એવું સત્કાર્ય કરી બતાવ્યું હતું; અને દેવનો અવતાર પામીને તેં પશુને ય શરમ ઉપજાવે કે ઢોરને ય સારાં કહેવરાવે એવાં પાપકર્મો કર્યાં ! મહાનુભાવ, જરા વિચાર તો કર : દેવ વધે કે પશુ ?”
શૂલપાણિના અંતરનું ઝેર ઊતરી ગયું. એને જાણે જીવનનું અમૃત લાધી ગયું !
૫
"
પ્રભુના ચરણની રજ પોતાના શિરે ચડાવીને એ આનંદમાં મસ્ત બની ગયો; નૃત્ય અને ગાન કરીને પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. પાશવતાનાં બંધન તૂટતાં એણે ભાવભર્યા હ્રદયે પ્રભુને વિનંતિ કરી : “ અધમોદ્ધારક પ્રભુ, મુજ પાપીની એક વિનંતિ સ્વીકારો : આ વર્ષાવાસ આ ગ્રામમાં અને આ સ્થાનમાં જ રહેવાની કૃપા કરો !" ભૂખ્યાને ભાવતાં ભોજન મળવા જેવો અપૂર્વ આનંદ પ્રભુના મુખ પર વિલસી રહ્યો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org