________________
કંઈ નાશ નહોતો પામ્યો.
એણે તો પોતાના તપના પ્રભાવથી ગોશાલકને ભસ્મસાત્ કરવા તેજોલેશ્યા છોડી – જાણે કામદેવને ભસ્મ કરવા મહાદેવનું ત્રીજું લોચન ઊઘડ્યું.
પદ્મપરાગ ૩૫
મામલો જીવસટોસટનો બની ગયો : ગોશાલક ભસ્મ થયો કે થશે ! પણ કરુણાસાગર, વિશ્વવત્સલ ભગવાનથી આવી હત્યા કેમ જોઈ જાય ? એમણે તરત જ સામે શીતલેશ્યાનો પ્રયોગ કરીને ગોશાલકને બચાવી લીધો.
પોતાને ડંખ દેના૨ ચંડકોશિક નાગનો અને અપાર કષ્ટ આપનાર શૂલપાણિ યક્ષનો ઉદ્ધાર કરનાર પ્રભુ ગોશાલકને બચાવ્યા વગ૨ કેમ રહી શકે ?
વિશ્વવત્સલ !
૧૧
નહીં રસ, નહીં કસ, માત્ર દેહંને દાપું !
ભગવાનને અણગાર બન્યાને દશ વર્ષ વીતી ગયાં હતાં, અને શ્રાવસ્તીમાં ચોમાસુ કરીને પ્રભુ સાનુયષ્ટિક ગામે આવ્યા હતા. ત્યાં એમણે ભદ્રા નામની પ્રતિમાનું ઉગ્ર તપ આદર્યું.
ઉગ્ર તપશ્ચરણ અને આકરી પ્રક્રિયા સાથે એ તપ પૂરું થયું, છતાં ભગવાને પારણું ન કર્યું અને મહાભદ્રા પ્રતિમાનું બીજું વધારે આકરું તપ સ્વીકાર્યું. અને એ પૂરું થતાંની સાથે જ સર્વતોભદ્રા પ્રતિમા નામનું ત્રીજું ભારે કઠોર તપ સ્વીકાર્યું. આમ આ ત્રણ તપ કુલ દસ દિવસ ચાલ્યાં અને ભગવાનને દસ દિવસના ઉપવાસ થયા.
તપની સુખપૂર્વક પૂર્ણાહુતિ થઈ અને અગિયારમે દિવસે ભગવાન પારણા માટે ભિક્ષા લેવા નીકળ્યા.
નિર્દોષ ભિક્ષા માટે ફરતાં ફરતાં પ્રભુ આનંદ નામના ગૃહસ્થને ત્યાં પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org