SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪૦ અભિષેક અને વિલાસની ચરમ સીમા સમી રૂપસુંદરીઓ ચક્રવર્તીની વાસનાને માટે ત્યાં ખડે પગે તૈયાર રહેતી ! અને છતાં ય કોઈક દિવસ એવો પણ ઊગતો, જ્યારે ચક્રવર્તીને મન આ બધું અકારું થઈ પડતું, અને એમનું અંતર વનવિહાર કે ઉદ્યાનકડા માટે તલસી ઊઠતું. આજે ચક્રવર્તી ઉદ્યાનકડા માટે સંચય હતા. સર્વત્ર હાસ્ય-વિનોદ વ્યાપી રહ્યો હતો. ઝંકારનૃત્ય આંખોને અને કાનને આનંદ આપી રહ્યું હતું. કંદુકકીડા ચાલી રહી હતી. રમણીઓ ફૂલદડા ફેંકી ફંકીને ચક્રવર્તીને મૂંઝવવા મથી રહી હતી. ચક્રવર્તી પણ એ મારથી જાણે મૂંઝાઈ ગયા હોય એવો ડોળ કરી રહ્યા હતા. જીવનની અસંખ્ય પળોમાંથી જેમ એક નાનીશી પળ માણસના મનને ફેરવી નાખે તેમ એક વધુ ફૂલદડો ચક્રવર્તીના દેહ સાથે અથડાયો. અને ચકવર્તીનું હાસ્ય ગંભીરતામાં ફેરવાઈ ગયું. ફૂલદડો શરીર ઉપર નહીં પણ જાણે અંતરના કોઈ આળા પટ ઉપર અથડાયો. એમાંથી વિચારમાળા જન્મી – કોઈ પાષાણના હૈયામાંથી શીતળ ઝરણ ફૂટી નીકળે તેમ. ચક્રવર્તી વિચાર કરવા લાગ્યા ઃ આવા નૃત્યનો અને આવા ફૂલદડાનો અનુભવ એ કંઈ આજનો નવો અનુભવ નથી; કેવળ આ જન્મનો પણ એ અનુભવ નથી; એ અનુભવનાં મૂળ તો કો'ક જૂના કાળની ધરતીમાં રોપાયેલાં લાગે છે. અંતર તો કહે છે કે કોઈ દૂર દૂરના કાળમાં, કોઈ જૂના બની ગયેલા અવતારમાં આ રસ જાણ્યો અને માણ્યો હતો. પણ ક્યારે અને ક્યાં ? ચક્રવર્તીનું અંતર વધારે ને વધારે ઊંડે ઊતરતું ચાલ્યું. એનો સળંગ દોર અંતરને લાધતો નથી, મનોમંથન વધુ ને વધુ ઘેરું બનતું જાય છે. અને એ મનોમંથન મુખ ઉપર હાસ્ય-વિનોદની રેખાઓને બદલે ગંભીરતાની ઘેરી છાયાને ઢાળી દે છે. ક્ષણ પહેલાંનો કિલકિલાટ અદૃશ્ય થઈ ગયો. એકની ગંભીરતાએ અનેકનાં મુખોને ગંભીર બનાવી દીધાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy