________________
“સાચું સાહિત્ય તો એ છે કે જે માનવીના ચિત્તને પ્રેરણા આપતું રહે છે અને પાશવી (આસુરી ) વૃત્તિઓથી એને દૂર રાખે છે. ભાતૃભાવ, સમાનતા અને શાંતિ જેવાં મૂલ્યોને પોષણ મળવું જોઈએ. અને આવી સંસ્કૃતિપોષક સમજણ મારફત વિશાળ દેશના જુદીજુદી જાતના લોકોને એકબીજાની નજીક લાવવા જોઈએ. આ કાર્ય સાહિત્ય મારફત જ સારી રીતે થઈ શકે.”
આ વાર્તાઓમાં વાર્તાકલાનું તત્ત્વ હોવાનો દાવો મારાથી થઈ શકે એમ નથી એ હું જાણું છું, અને છતાં આ વાર્તાઓ લખવામાં મેં અલ્પાંશે પણ આનંદનો અનુભવ કર્યો છે – એટલું જણાવવાની રજા લઉં છું. જેમાં આધુનિક વાતકલાનું તત્ત્વ ઓછું હોય કે સમૂળગું ન હોય એવી ભાવનાશીલતા, માનવતા કે ઉદારતા-સહૃદયતાનું અથવા ત્યાગ, બલિદાન કે તિતિક્ષાનું દર્શન કરાવતી વાર્તાઓ વાંચનારો એવો પણ એક વાચકવર્ગ છે જ.
જેમ જીવનનિર્વાહ માટેનું, તેમ જીવનને ટકાવી રાખવાનું બળ પણ મને માતા સરસ્વતીની કૃપાદૃષ્ટિમાંથી જ મળતું રહ્યું છે, એ હું સ્પષ્ટ રૂપે જોઈ શકું છું. (કથાસંગ્રહોની પ્રસ્તાવનામાંથી સંકલિત ) – રતિલાલ દીપચંદ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org