SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કથાગૌરવની માવજત યુદ્ધસ્વ થા રમ્યા – એ સૂત્ર રચનારે ભારે માર્મિક સત્ય ઉચ્ચાર્યું છે. શૌર્યની કે સમર્પણની, અથવા તો તપ, ત્યાગ, તિતિક્ષા, સંયમ કે સેવાની ૨સપૂર્ણ કથા-વાર્તા સાંભળવી કે વાંચવી એ એક લ્હાવો છે, એવી વાર્તાઓ કહેવી કે લખવી એ એક કળા છે; પણ જેમાંથી આવી સરસ કથા-વાર્તાઓનું સર્જન કરવાની પ્રેરણા મળે એવું જીવન જીવવું એ ભારે મુશ્કેલ કામ છે. એવું જીવન જીવનાર સૌને વંદના ! આવી કથાઓ જેમ પ્રાચીન ધર્મશાસ્ત્રો, પુરાણો અને ઇતિહાસમાંથી મળી આવે છે, એ જ રીતે, જો આપણે માનવસમાજના નીચા કે ઊંચા ગણાતા થરોના માનવીઓને સમભાવપૂર્વક સમજવા તૈયાર હોઈએ, તો આપણી સામેથી પસાર થતા વર્તમાન જીવનમાંથી પણ મળી આવે છે. પ્રજાજીવનને નરવું અને નિર્દોષ બનાવવા માટે જનસમૂહને ગમ્મત સાથે જ્ઞાન આપે અને સારા સંસ્કારોનું સિંચન અને પોષણ કરે એવું નરવું સાહિત્ય મળતું રહે એ જરૂરી છે. બીજાં ક્ષેત્રોની જેમ લલિત વાયના સર્જનના ક્ષેત્રમાં પણ, પ્રજાના જીવનને વિકૃત બનાવી મૂકે એવાં જે અનિષ્ટ તત્ત્વો પ્રવેશી જતાં લાગે છે, તે ચિંતા ઉપજાવે અને એ અંગે કંઈક કહેવાનું મન થઈ આવે એવાં પણ છે. એવા જ ચિંતા અને વેદનાભર્યા વિચારો ભારતીય જ્ઞાનપીઠના મહાપુરસ્કારથી સન્માનિત, મલયાલમ ભાષાના સર્જકશિરોમણિ સમર્થ સાહિત્યકાર, સ્વનામધન્ય શ્રી શંકરનકુટ્ટી કુન્તીરમન પોટ્ટેકાટ્ટને પણ પરેશાન કરી રહ્યા છે. તેઓએ સાચું જ કહ્યું હતું કે : “ સાહિત્ય એ બજારૢ વસ્તુ બની ગયેલ છે, અને જાણતાં કે અજાણતાં, એ માનવીઓના નીતિમત્તાના ભાનને ઠીંગરાવી નાખે છે. અસભ્ય કામવાસના તથા લૂંટ અને બળાત્કારની ઘટનાઓથી ઊભરાતી વાર્તાઓ ઉપજાવી કાઢવામાં આવે છે, અને એથી બજાર ઊભરાઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy