________________
૨૦ ૦ અભિષેક
(૪) કરપાત્ર ( હાથમાં) જ ભોજન કરવું. (૫) ગૃહસ્થની ખુશામત કરવી નહીં.
આ પ્રતિજ્ઞાઓ તો વડલાના બીજ જેવી હતી. આગળ જતાં એમાંથી ત્યાગ અને સંયમનો ઘેઘૂર વડલો વિકસી ઊઠ્યો.
કષ્ટસહનનો પ્રતાપ શૂલપાણિ યક્ષનું નામ તો અસ્થિકગ્રામમાં ભયનું પ્રતીક બની ગયું હતું ઃ એના નામથી તો ભલભલાના હાંજા ગગડી જતાં.
મહાવીર અસ્થિકગ્રામમાં ગયા. અને એમણે લોકો પાસેથી બધી વાત જાણી. ટૂંકમાં વાત આમ હતી ?
જૂના કાળમાં કોઈ એક વણિક એ પ્રદેશમાંથી પસાર થતો હતો. એમાં એનો એક બળદ ગળિયો બની ગયો. એનાથી રોકાઈ શકાય એમ ન હતું, એટલે એણે એની સારવાર માટે પૈસા આપીને એ બળદને ગામ લોકોને સોંપ્યો, અને એની સારસંભાળ લેવા ભલામણ કરી. ' પણ લોભિયા ગામલોકોએ એ પૈસા તો લઈ લીધા, પણ બિચારા બળદની કશી ખબર ન લીધી. બળદ બાપડો છેવટે ભૂખ્યો-તરસ્યો રિબાઈને બોકાણાં પાડી પાડીને મરી ગયો, અને મરીને શૂલપાણિ નામે વ્યંતર થયો.
એણે તો ગામલોકો પાસેથી જાણે વ્યાજ સાથે વેર વસૂલ કરવા માંડ્યું જોતજોતામાં ગામલોકોનો સોથ બોલાવી દીધો ! અને ત્યાં હાડકાં – અસ્થિ – ના ગંજના ગંજ ખડકાઈ ગયા. ત્યારથી એ ગામ વર્ધમાનગ્રામ 'ના બદલે “અસ્થિકગામ ' નામે ઓળખાવા લાગ્યું.
છેવટે ગામલોકોએ એ વ્યંતરને રીઝવ્યો અને એનું મંદિર ચણાવીને એમાં એની સ્થાપના કરી. રોજ એની પૂજા થવા લાગી. લોકો તો એમ પણ કહેતા કે એ મંદિરમાં કોઈ રાત રહી શકતું નથી, કોઈ રહેવાની જીદ કરે તો એ હેરાન હેરાન થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org