________________
પદ્મપરાગ
* મહાવીરને થયું ઃ આ વાત સાચી હોય તો આવા આત્માનો ઉદ્ધાર કરવો ઘટે – ભલે એમ કરવા જતાં ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે. એમાં તો એ આત્માનું અને ભોળા લોકનું બન્નેનું ભલું જ થવાનું.
મહાવીર તો રાત એ મંદિરમાં જ રહ્યા. પણ પેલા યક્ષે એમને રાતભર કંઈ દુઃખ આપ્યાં, કંઈ દુઃખ આપ્યાં કે એનું વર્ણન સાંભળીને ય મન થથરી જાય !
પણ મહાવીર તો સમભાવપૂર્વક બધું સહન કરવાનો નિશ્ચય કરીને જ ત્યાં રાત રહ્યા હતા. એમને મન તો જાણે કષ્ટોની વર્ષા અમૃતવર્ષ સમી બની હતી !
યક્ષ બિચારો કષ્ટ આપી આપીને થાક્યો; હવે તો જાણે એની કષ્ટ આપવાની શક્તિ પણ ખલાસ થઈ ગઈ !
યક્ષના અંતરમાંથી અન્યને કષ્ટ આપવાની વૃત્તિનું બધું ઝેર જાણે ભગવાને હસતે મુખે, સમભાવપૂર્વક, એ મહાકષ્ટોને સહન કરીને ઉતારી લીધું. પેલા ચંડકોશિયા નાગની જેમ આ યક્ષને પણ પ્રભુએ સાવ નિર્વિષ બનાવી દીધો, દાસ બનાવી દીધો !
પ્રાતઃકાળે ઊગતા સૂર્યની સાક્ષીએ અસ્થિકામ પ્રભુના આ પ્રભાવને અભિનંદી રહ્યું.
સર્યું આવા ચમત્કારથી ! સંસાર તો લોભિયા-ધુતારાનો ખેલ !
અણહકનું મળે ત્યાં સુધી કેડ વાંકી વાળવાનું મન જ કોણ કરે ? એટલે પછી ધુતારાઓ ચમત્કારને નામે, મંત્ર-તંત્રને નામે ફાવી જાય એમાં શી નવાઈ ? ચમત્કારે નમસ્કારનો ખરો ખેલ જામે !
મગધ દેશમાં મોરાક નામનું ગામ.
ગામમાં એક પાખંડી રહે : અચ્છેદક એનું નામ. મંત્ર, તંત્ર અને સિદ્ધિઓની એ કંઈ કંઈ વાતો કરે. લોક તો બિચારા અજ્ઞાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org