________________
૨૮ અભિષેક
અંધશ્રદ્ધાળુ; ચમત્કારની જરાક વાત સાંભળે કે બધું કામકાજ મૂકીને ટોળે વળી જાય; અને ચમત્કારની નાની સરખી વાતને સોગણી વધારીને કહે ત્યારે જ એમને સંતોષ થાય ! આમ વાત વાવેગે બધે ફેલાઈ જાય; અને ચમત્કાર કરનારની બધે વાહવાહ થઈ રહે !
દુનિયામાં દુઃખિયા, રોગિયા-દોગિયા અને દરિદ્રીનો ક્યાં પા૨ છે? કોઈ તનનો દુઃખી, કોઈ મનનો, તો વળી કોઈ ધનનો ! વહેમ, વળગાડ અને કામણ-ટૂમણ તો જ્યાં જુઓ ત્યાં ભર્યાં પડ્યાં છે ! અને લોભ-લાલચ અને મોહ-મમતાની પણ ક્યાં મણા છે ?
આવું હોય ત્યાં પાખંડીની બોલબાલા ! જેટલી વધુ ચાલાકી એટલી વધુ નામના; અને એટલા લોક વધારે ફસાય !
અચ્છેદક તો કંઈ કંઈ રંગ કરતો જાય. ભોળા લોક તો સમજે કે કેવો ત્યાગી, કેવો વૈરાગી અને કેવો યોગી ! કોઈથી ન થઈ શકે એવું કામ કરી બતાવવું એ તો જાણે એનું જ કામ !
અચ્છદંકનો ધંધો તો ધીકતો ચાલવા લાગ્યો.
કાળને કરવું તે ભગવાન મહાવીર ફરતા ફરતા મોરાક ગામે આવ્યા અને ગામ બહાર રહ્યા.
એમના જાણવામાં અછંદકના ચમત્કારની વાત આવી. એમણે જોયું કે દિવસે સાધુ-સંત-યોગી થઈને રહેતો અચ્છેદક રાતે ન કરવાનાં કામો કરે છે, ન ખાવાનું ખાય છે અને શેતાનને ય શરમાવે એવાં પાપ આચરે છે !
ભગવાન તો કરુણાના અવતાર. એમને થયું આમાં તો લોકો ડૂબશે, અને અચ્છેદક પણ ડૂબશે. માટે આનો કંઈક ઉપાય કરવો ઘટે. પણ એમણે જોયું કે ચમત્કાર વગર લોક નહીં માને.
*
ભગવાન તો ભારે જ્ઞાની : બહારના ને ભીતરના બધા ય ભેદ પળમાં ભાખી દે ! એમણે તો કોઈના મનની વાત કહી તો કોઈની છાની વાત કહી બતાવી, તો વળી કોઈની ભૂતકાળની વાત કહી સંભળાવી. લોક તો પાણીના પ્રવાહ જેવું : લાળ જુએ ત્યાં દોડવા લાગે. એ તો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only