________________
પદ્મપરાગ ૦ ૩૭
પ્રભુ એ ઘરમાં ભિક્ષા લેવા ગયા.
પેલા શેઠે પોતાની દાસીને તિરસ્કારથી કહ્યું : “આને કંઈક આપીને વિદાય કરો !'
દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને ભગવાનને વહોરાવ્યા.
એ બાકળા આરોગીને પ્રભુએ પોતાની ચાર મહિનાના ઉપવાસની દીર્ઘ અને ઉગ્ર તપસ્યાનું પારણું કર્યું, અને ત્યાંથી પ્રભુ પાછા ફરી ગયા.
અને બિચારા ભાવિક ભક્ત જીર્ણ શેઠ તો વાટ જોતા જ રહી ગયા. એમની આશા ન ફળી અને એમના મનના મનોરથ મનમાં જ રહી ગયા !
પણ ભગવાનના ગયા પછી જ્ઞાની ગુરુઓએ લોકોને સમજાવ્યું કે અભિનવ શ્રેષ્ઠીએ આપેલી ભિક્ષા સફળ ન થઈ, કેમ કે એમાં ભક્તિ ન હતી. અને પેલા જીર્ણ શેઠની ભિક્ષા વગર આપે ફળી, કેમ કે ત્યાં ભક્તિ ભરી હતી !
સાંભળનાર નરનારી ભક્તિ-અભક્તિનો ભેદ સમજ્યાં અને કૃતાર્થ થયાં.
૧૩
મારું કર્યું મેં ભોગવ્યું ! પ્રભુને દીક્ષા લીધાને બારમું વર્ષ ચાલતું હતું.
ભગવાન જંગલમાં ધ્યાનસ્થ ઊભા હતા. એક ગોવાળિયો પ્રભુ પાસે આવીને પોતાના બળદ સાચવવાનું કહીને ગામમાં ચાલતો થયો.
થોડી વારે પાછા આવીને એણે જોયું તો બળદ ત્યાં ન મળે.
બળદને ત્યાં નહીં જોઈને એણે ભગવાનને પૂછ્યું, પણ ભગવાન તો સાવ મૌનભાવે ધ્યાનસ્થ ખડા હતા. એ શું જવાબ આપે ?
ગોવાળિયાને તો આથી એવો ક્રોધ વ્યાપ્યો કે “તારે તે કાન છે કે કોડિયાં ?” એમ કહીને એણે બે શૂળો લઈને પ્રભુના બન્ને કાનમાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org