________________
૧
ન મારે વેર કે દ્વેષ
પુરાણપ્રસિદ્ધ કાશી દેશ. ધન અને ધાન્યથી ભરીભરી એ ભૂમિ. એ દેશની રાજધાની વારાણસી નગરી : ધર્મ અને વિદ્યાનું મોટું
તીર્થધામ.
રાજા અશ્વસેન એ દેશના રાજા. જેવા શૂરા એવા જ ન્યાયી અને એટલા જ ધર્મપરાયણ. પ્રજાના દુઃખને પોતાનું દુઃખ માને અને પ્રજાના સુખમાં જ સુખ સમજે.
રાજા અશ્વસેનની રાજસભામાં એક દિવસ કુશસ્થલના રાજા પ્રસેનજિતનો દૂત હાજર થયો.
દૂતને તાકીદનો સંદેશો આપવાનો હતો. એના અંતરમાં ચાલતા મંથન અને દિલમાં ઘોળાતી ચિંતાઓની રેખાઓ એના મુખ ઉપર રમતી હતી, અને એના ગૌર ઘાટીલા ચહેરાને વિષાદભર્યો બનાવતી હતી.
રાજા અશ્વસેન, મુખ્ય મંત્રી અને આખી રાજસભા દૂતની વાત સાંભળવા એકકાન થયા.
*
રાજા પ્રસેનજિતના દૂત પુરુષોત્તમે મસ્તક નમાવ્યું, અને પોતાની વાત શરૂ કરી : “મહારાજ, આજે કુશસ્થલ નગરના પાડોશી રાજાઓ અમારા દુશ્મન બન્યા છે, અને નગર ઉપર આક્રમણ કરવા તૈયાર થઈને બેઠા છે. નિર્દોષ હરણ ઉપર ક્રૂર વરુઓ ત્રાટકે એવો ઘાટ રચાઈ ગયો છે. ક્યારે શું થશે, અમારી નગરી ક્યારે રોળાઈ જશે, અને નિર્દોષ પ્રજાને માથે આફતનો પહાડ ક્યારે તૂટી પડશે એ કહી શકાય એમ નથી. આજે તો અમારા માટે ખરેખરી જીવનમરણની ઘડી ઊભી થઈ છે. આ આફત અને આ સર્વનાશમાંથી કેમ ઊગરવું એ જ અમારી અને અમારા રાજવી પ્રસેનજિતની ચિંતાનો વિષય બન્યો છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org