SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાનું સુવર્ણ ૦ ૮૫ નીવડ્યો. ખરેખર, હું હતભાગી છું! સ્વીકારો એક દિવસ આપે દીધેલું આ દાન પાછું અને મારો...” - વાણી ત્યાં થંભી ગઈ, અને શિષ્ય ઝડપથી સાધુતાનો અંચળો ઉતારીને ત્યાંથી ચાલતો થયો. પાણીના પરપોટાની જેમ પળવારમાં ગુરુ-શિષ્યનો સંબંધ પૂરો થયો. આર્ય કાલક ભગ્ન થયેલ આશાના અવશેષ, નેત્ર બંધ કરીને, જાણે અંતરમાં જ નિહાળી રહ્યા. [૪] આર્ય કાલક અંતરમાં ઊંડા ઊતરીને વિચાર કરે છે કે આટલા વખત સુધી શું આ શિષ્યની પાછળ પાણી જ વલોવ્યા કર્યું, કે શું રેતી જ પીલ્યા કરી ? આવો ઉત્તમ જીવ, આટઆટલી મહેનત અને એનું આવું પરિણામ ? વાહ રે વિધાતા ! આર્ય કાલકની વિમાસણનો કોઈ પાર નથી – જાણે સિંહની કેશવાળી ઉપર કોઈએ તરાપ મારી ! આર્ય કાલકના સાથી નિગ્રંથો સહજ ઉપહાસ કરતાં આર્ય કાલકને કહે છે : “સૂરિવર ! શિષ્યો તો આવે અને જાય ! એનો શોચ શો કરવો ? નીંભાડાના પાકમાં નાખેલા બધા ય ઘડા થોડા સલામત નીકળે છે ? એમાંથી તો કંઈક ફૂટેલ પણ નીકળે ! એ તો જેવો ભાવિભાવ !” આર્ય કાલક કશો જ ઉત્તર નથી આપતા. એ તો વિચારમાં મગ્ન છે. એમની ગંભીરતા વધુ ઘેરી બને છે. પણ ઉપહાસને માર્ગે ચઢેલા શ્રમણો વળી કહે છે : “સૂરિવર, આપ શાસ્ત્રો તો બહુ ભણ્યા, આપે શાસ્ત્રો રચ્યાં પણ ખરાં, પણ જ્યાં સુધી નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન નથી મેળવ્યું, ત્યાં સુધી બધું અધૂરું જ સમજો ! નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી આપ શુભ મુહૂર્ત નક્કી કરો, દીક્ષાર્થીના ભાવિભાવનું દર્શન કરો, અને પછી દીક્ષા આપો તો આપની મહેનત કદી અફળ ન જાય ! નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન એ તો , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy