________________
૪૦ ૦ અભિષેક
પરિણામી આત્મા હતો. ભગવાનની વાત એના કાને પહોંચી અને એક જિજ્ઞાસુની જેમ નમ્ર બનીને એ ભગવાનની પાસે પહોંચ્યો.
ભગવાને એને કહ્યું : “મહાનુભાવ, જાણ્યાનો આનંદ જરૂર માણવો; પણ થોડું જાણીને બધું જાણ્યાના મિથ્યા ગર્વમાં ન રહેવું કે અજ્ઞાનને ભૂલી ન જવું."
પરિવ્રાજકનું અંતર ઊઘડી ગયું, એનો ગર્વ ગળી ગયો. અને એનું ચિત્ત વધુ જ્ઞાનને માટે ઝંખી રહ્યું.
એ ભગવાનનાં ચરણોમાં જ રોકાઈ ગયો.
૧૬
રાજા હોય કે ભક્ત : સૌનાં કર્યાં સૌ ભોગવે રાજા શ્રેણિકની ભગવાન ઉપર ખૂબ ભક્તિ. અવસર મળે ત્યારે એ ભગવાનનાં ચરણોમાં જઈ બેસે અને જાતજાતના પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસાને શાંત કરે.
એક વખત રાજા શ્રેણિક ભગવાન પાસે બેઠા હતા. એવામાં એક પરુ નીગળતો કોઢી પુરુષ ત્યાં આવી ચડ્યો, અને પોતાનું પરુ ભગવાનના ચરણે લીંપવા લાગ્યો.
ભગવાન તો વીતરાગ. એ તો સ્વસ્થ બનીને બેસી રહ્યા, પણ રાજા શ્રેણિકના મનમાં ખીજનો પાર ન રહ્યો; પણ ક્ષમાસાગર ભગવાન આગળ એ શું કરી શકે ?
એટલામાં ભગવાનને છીંક આવી એટલે પેલો કોઢી બોલ્યો : “તમે મૃત્યુ પામો !”
પછી રાજા શ્રેણિકને છીંક આવી તો એ કહેઃ “તમે ઘણું જીવો !”
રાજા શ્રેણિક તો ભારે વિમાસણમાં પડી ગયા ? આ કોઢીની વાત કેવી વિલક્ષણ છે ! ભગવાન મૃત્યુ પામે અને પોતે ઘણું જીવે એ તે કેવું
કહા વિક્ષણ એક વે ભારે . આવી તો એ
રાજા શ્રેણિકે ભગવાનને વાતનો ભેદ પૂક્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org