________________
પદ્મપરાગ ૦ ૩૯
ઊભરાવા લાગ્યાં.
ગુરુ ગૌતમે પૂછ્યું : “ભગવાનઆ શું?” ભગવાને કહ્યું: “ગૌતમ, આ તો મારાં સાચાં માતાપિતા !” ગુરુ ગૌતમ પ્રભુની નિખાલસ વાણીને વંદી રહ્યા.
૧૫
અજ્ઞાનના ઉચ્છેદનાર આલભિકા નગરીમાં એક પરિવ્રાજક રહે : પુલ એનું નામ. ભારે તપસ્વી અને ભારે સાધક.
હમેશાં બે ઉપવાસને પારણે બે ઉપવાસ કરે અને ધોમધખતા બપોરે બે હાથ ઊંચા રાખીને, વૃક્ષની જેમ સ્થિર ભાવે, આતાપના લે. એનું તપ અને ધ્યાન જોઈ ભલભલાનાં અંતરમાં ભક્તિ જાગે.
તપ અને ધ્યાનના પ્રભાવે એનો કર્મમળ દૂર થવા લાગ્યો; અજ્ઞાનનાં પડળ પણ ધીમે ધીમે ઊતરવા લાગ્યાં.
અને એક દિવસ પુદ્ગળ પરિવ્રાજકને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. અને એને બ્રહ્મલોક સુધીનાં વિશ્વનાં દર્શન થવા લાગ્યાં.
એને તો દરિદ્રને ધનભંડાર લાધ્યા જેવું થયું ! દિવ્ય જ્ઞાન લાધ્યાની થોડીક હર્ષઘેલછા અને થોડોક ગર્વ એને વળગ્યાં: એણે તો માની લીધું કે મારા જ્ઞાનમાં બધી દુનિયા સમાઈ ગઈ ! મારે હવે જાણવાનું કંઈ બાકી નથી રહ્યું. લોકોને મન પણ એ મહાજ્ઞાની બની ગયા.
એક વાર ભગવાન મહાવીર એ નગરીમાં સમોસય.
ગુરુ ગૌતમ નગરમાં ભિક્ષા લેવા ગયા, ત્યારે લોકોને મોઢેથી એમણે પુદ્ગલ પરિવ્રાજકના દિવ્ય જ્ઞાનની વાત સાંભળી.
પાછા આવીને એમણે ભગવાનને સાચી વાત પૂછી.
ભગવાને કહ્યું : “પરિવ્રાજકને દિવ્ય જ્ઞાન પ્રગટ્યું છે એ સાચી વાત છે, પણ એ જ્ઞાન અધૂરું છે. એ માને છે એટલી જ દુનિયા નથી.”
પુદ્ગલ પરિવ્રાજક પોતાને જ્ઞાની માનતો. પણ એ સરળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org