________________
પદ્મપરાગ ૦ ૪૧
ભગવાન બોલ્યા : “રાજનું. કોઢીએ મને મરણ પામવાનું કહ્યું એનો અર્થ એ કે હું મરણ પછી નિર્વાણપદ પામવાનો છું એટલે જેટલો વહેલો મરણ પામું એટલું વહેલું મને એ પદ મળે.”
ભગવાન થોડી વાર શાંત રહ્યા પછી રાજા શ્રેણિકને માટે કહેલ ‘ઘણું જીવો 'નો અર્થ સમજાવતાં ભગવાને કહ્યું : “રાજનું, મરણ બાદ તમારે નરકમાં જવાનું છે, માટે તમે અહીં જેટલું વધારે જીવો તેટલા મોડા તમારે એ દુઃખમાં પડવું પડે.”
પોતે રાજા અને વળી ભગવાનનો પરમ ભક્ત, છતાં પોતાની નરકગતિ ? શ્રેણિક તો ઉદાસ બની ગયા !
પણ પ્રભુને મન તો ભક્ત હોય કે નિંદક ; બધા ય સમાન હતા. સૌનાં કર્યાં સૌ ભોગવે એ કુદરતનો અવિચલ ન્યાય હતો.
૧૭.
ધર્મ કરે તે મોટો કાકંદી નગરીનાં ભદ્રા શેઠાણી. એમને સાત ખોટનો એકનો એક દીકરો; ધન્યકુમાર એનું નામ. ભારે લાડકોડમાં ઊછરેલો.
અપાર સંપત્તિ અને વિપુલ ભોગસામગ્રીનો એ એકનો એક સ્વામી, એટલે એના લાલન-પાલનમાં તો પૂછવું જ શું? પાણી માગે તો ઘી મળે !
રૂપ-ગુણવતી પત્નીઓ અને અપાર વૈભવ-વિલાસમાં એ સુખપૂર્વક રહે. અને પુત્રને રાજી રાખવા માતા તો બિચારી અડધી અડધી થઈ જાય.
પણ એકવાર લોઢાને જાણે પારસમણિ સ્પર્શી ગયો.
ત્યાગ-વૈરાગ્યનો બોધ આપતી ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પર્શી ગઈ, અને વૈભવ-વિલાસમાં સદાકાળ મગ્ન રહેતા ભોગીના મનમાં વૈરાગ્યને માર્ગે જોગી થવાની તાલાવેલી જાગી ઊઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org