________________
૭૦ ૦ અભિષેક
મહાશાલ ફરી બોલ્યો : “આર્ય ! મારું કલ્યાણ તો આપના ચરણમાં જ છે. જ્યાં આપ ત્યાં જ હું ! આપની આજ્ઞા લોપતો હોઉં તો ક્ષમા કરશોપણ જો આ રાજવૈભવ આપને દુઃખકર્તા, અસારભૂત અને અનિત્ય લાગતાં હોય તો એ દુખસાગરમાં તમારા આ નાના ભાઈને એકલો મૂકી આપ આત્મમાર્ગે પ્રયાણ કરો એ ઉચિત છે ?” જાણે મહાશાલની જીભ નહીં પણ એનો અંતરાત્મા બોલી રહ્યો હતો, “આજ દિન સુધી જેને આપે આપની સાથે રાખ્યો તેને હવે ન છોડશો ! જીવ્યા મૂઆના આપણા સ્નેહસંબંધના દોરને અડધે રસ્તે ન કાપશો ! મરણ સિવાય કોઈ આપણને વિખૂટા નહીં પાડી શકે ! હું પણ આપની જેમ પ્રભુચરણે બેસી મારું કલ્યાણ સાધીશ. ઝીલવા માટે આવું અમૃતસરોવર મળતું હોય તો ગંધાતા ખાબોચિયામાં પડવાની શી જરૂર ? ભાઈ મને ના ન કહેશો. આપનો માર્ગ ભલે અતિ દુર્ગમ રહ્યો. આપની શુભાશિષ મને એના ઉપર ચાલવાનું બળ આપશે. ભાઈ, ભાઈ, આ રાજ્યના મોહક પાશમાં પડતો મને બચાવો ! આપનાં ચરણ મારે મન રાજપાટથી સવાયાં છે. એ સિંહાસન ઉપર બેસવાની મને આજ્ઞા આપો !”
સ્વજનવમેં જોયું કે શાલની આંખ અશ્રુભીની થઈ હતી. નાના ભાઈનો અંતરનાદ એના હૈયાસોંસરો પહોંચી ગયો હતો. એ અવાજને જાકારો આપવો અશક્ય હતો – એને સ્વીકાર્યા વગર છૂટકો ન હતો. પોતાના નાના ભાઈની કસોટી થઈ ચૂકી હતી. શાલને હવે કશું વધારે કહેવાનું ન હતું. એનું હૈયું મૌન-ભાવનો આશ્રય શોધી રહ્યું. એ મૌનમાં
સ્વીકારનો મેઘનાદ ભર્યો હતો. મહાશાલની ભાવના ફળીચૂકી હતી ! - અહીં તો રાજ્ય મેળવવાની નહીં, પણ રાજ્યનો ત્યાગ કરવાની
સ્પધ મંડાઈ હતી. અને એ સ્પધ કરનાર બન્નેમાંથી કોઈનો પણ પરાજય નહીં પણ બન્નેનો મહાવિજય થવાનો હતો. છેવટે નક્કી થયું કે પૃષ્ઠ ચંપાનગરીનું રાજ્ય શાલ અને મહાશાલના બદલે કપિલપુરના સ્વામી પીઠના પુત્ર ગાંગિલને સોંપવું. ગાંગિલ એ શાલ અને
છે અને બીજી અપશે. ભા રહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org