________________
નામના શ્રીમં પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો અને પ્રભુ પાસે ગૃહસ્થધર્મની દીક્ષા લીધી.
પદ્મપરાગ ૪૩
આ ગૃહસ્થને આજીવક સંપ્રદાયના અનુયાયી સાથે તત્ત્વચર્ચા થયેલી અને એણે એ ચર્ચામાં પોતાના જ્ઞાનથી એમને નિરુત્તર કર્યા હતા. કુંડકોલિક એક ગૃહસ્થ હતા છતાં પ્રભુએ એના જ્ઞાનની પ્રશંસા કરી અને પોતાનાં સાધુ-સાધ્વીઓને એ પ્રસંગ કહી બતાવીને કહ્યું : • જ્યારે ઘરમાં રહેનારા ગૃહસ્થો પણ આવી જ્ઞાનસાધના કરીને અર્થ, હેતુ અને પ્રશ્નો દ્વારા અન્ય તીર્થિકોને નિરુત્તર કરી શકે છે, તો દ્વાદશાંગ ગણિપિટકને ( ધર્મશાસ્ત્રોને ) ભણનારા તમે તો જરૂ૨ એમ કરી શકો જ, અને તમારા આત્માને જ્ઞાનની મહાજ્યોતિથી તેજસ્વી બનાવી શકો; પણ એ ત્યારે જ બને, જ્યારે તમે અપ્રમત્તભાવે જ્ઞાનની આરાધના કરો. ’
પ્રભુની વાણીનો મર્મ શ્રમણો સમજ્યા અને જ્ઞાનઘ્યાનમાં વધુ દત્તચિત્ત બન્યા.
ધન્ય પ્રભુની ગુણગ્રાહકતા !
૧૯
પરિવ્રાજકનું બહુમાન
ચોમાસું પૂરું થયું હતું. ભગવાન વિચરતાં વિચરતાં કૃતંગલા નગરીમાં સમોસર્યા હતા. અનેક સ્ત્રી-પુરુષો ભગવાનનાં દર્શને આવ્યાં હતાં. તેમાં એક પરિવ્રાજક પણ હતો. એનું નામ સ્કંદન.
સ્કંદન કાત્યાયનગોત્રનો અને ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય હતો. એ ભારે વિદ્વાન અને બધાં શાસ્ત્રોમાં નિપુણ હતો.
એક વાર કોઈએ સ્કંદકને લોક, જીવ, મોક્ષ, મોક્ષના જીવ અને મરણ વિષે પૂછ્યું. પોતાને સર્વ શાસ્ત્રનો પંડિત માનતો સ્કંદક આથી મૂંઝાઈ ગયો. એનો સંતોષકારક ઉત્તર એને જડ્યો નહીં.
પણ એ સરળપરિણામી જીવ હતો. એટલે જ્ઞાનીપણાના મિથ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org