________________
જ ૦ અભિષેક ગર્વમાં પડ્યા વગર એ પોતાની શંકાનું સમાધાન શોધવા ભગવાન પાસે આવવા નીકળ્યો.
ભગવાને એ વાત ગૌતમને કરી અને એને બહુમાનપૂર્વક તેડી લાવવા એની સામે જવા કહ્યું.
પરિવ્રાજક સ્કંદક ભગવાન પાસે આવતો હતો ત્યારે ગુરુ ગૌતમ તેમની સામે ગયા અને એમના મનની વાત કહી સંભળાવીને એમને અચરજમાં નાખી દીધા.
છેવટે ભગવાન પાસેથી પોતાની શંકાનું સમાધાન મેળવી સ્કંદક ભગવાનના સંઘમાં દાખલ થયા.
શ્રમણોપાસકો તે દિવસે વય અને વેશનો ભેદ ભૂલીને, જ્ઞાનીમાત્રનું બહુમાન કરવાનો બોધ પામ્યા. ગુરુ ગૌતમે કરેલું પરિવ્રાજકનું બહુમાન સફળ થયું.
૨૦
ગૌતમ માફી માગે ગુરુ ગૌતમની ભગવાન ઉપરની ભક્તિનો કોઈ પાર નહીં – જાણે કાયાની છાયા જ જોઈ લ્યો.
ભગવાનને પણ ગૌતમ ઉપર ભારે ભાવ. ગૌતમ વારેવારે પ્રશ્નો પૂડ્યા કરે અને ભગવાન એના ઉત્તર આપ્યા કરે.
વાણિજ્યગ્રામના આનંદ ગૃહપતિ એકવાર ભગવાનનાં દર્શને ગયા. ભગવાનની વાણી સાંભળી એમનું મન અતિ પ્રસન્ન થયું. એ બાર પ્રકારનો ગૃહસ્વધર્મ સ્વીકારીને શ્રમણોપાસક બન્યા.
આનંદની ધર્મશ્રદ્ધા ઉત્તરોત્તર વધી રહી છે અને એ આકરાં ને આકરાં વ્રત આચરતા જાય છે. છેવટે એમણે મરણાંત અનશનનું આકરું વ્રત સ્વીકાર્યું અને સ્થિરતાપૂર્વક સમાધિમાં વખત વિતાવવા લાગ્યા.
પોતાની અંતિમ આરાધનામાં સમભાવપૂર્વક આગળ વધીને ચિત્તશુદ્ધિ કરતાં કરતાં આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને એ સ્વર્ગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org