________________
૧૫૦ અભિષેક
"
સૂરિજીએ કહ્યું : બાદશાહ ! કુંડળીઓ જોવી, એના ફલાદેશ કહેવા, એ તો અર્થના ચાહક સંસારીઓનું કામ ! ત્યાગ-વૈરાગ્યના ધર્મને વરેલા સાધુઓને એમાં પડવું ન શોભે; એવી માયાજાળમાં પડીએ તો. અમારો ધર્મ દૂષિત થાય. અમારે તો એનાથી સદા દૂર જ રહેવાનું હોય. અમારા પવિત્ર ધર્મનું અમને આવું ફરમાન છે. ”
23
સૂરિજીના ત્યાગ-વૈરાગ્યને અને એમની સાચી સાધુતાને સમ્રાટ અભિનંદી રહ્યા.
મુલાકાત પૂરી થતાં બાદશાહે કહ્યું : “મહારાજ ! આપ આટલી તકલીફ લઈને ગુજરાત જેટલે દૂરથી પગે ચાલીને અહીં આવ્યા, એ માટે હું આપનો અહેસાન કયા શબ્દોમાં માની શકું ! આપના આ અહેસાનના બદલામાં તો હું આપને શું આપી શકું ? પણ આપના મજહબના એક પદ્મસુંદરજી નામે યતિજીનો ગ્રંથભંડાર અમારી પાસે છે. આપની આજની મુલાકાતની યાદમાં આપ એ ગ્રંથભંડારનો સ્વીકાર કરવાની કૃપા કરો ! ”
:
સૂરિજીએ કહ્યું “ અપરિગ્રહ એ અમારું મહાવ્રત અને “ નિગ્રંથપણું એ અમારો ધર્મ, એટલે પછી આવો ગ્રંથનો પરિગ્રહ લઈને અમે શું કરીએ ? એથી તો ઊલટું અમે મોહ-માયાનાં બંધનમાં પડી જઈએ અને અમારા ત્યાગધર્મને દૂષિત કરી બેસીએ; એટલા માટે એ ભંડાર આપની પાસે જ ભલે રહ્યો.
33
પણ સમ્રાટ કોઈ વાતે માન્યા નહીં; સૂરિજીને એમની માગણીનો સ્વીકાર કરવો પડ્યો.
પણ સૂરિજી તો જળકમળ જેવું જીવન જીવવાની કળાના સાચા કસબી હતા. એમણે એ ગ્રંથભંડારનો નામપૂરતો સ્વીકાર કરીને એ આગરાના જૈનસંઘને અર્પણ કરી દીધો. અને નામપૂરતું એની સાથે પોતાને વળગણ ન રહે, એટલા માટે એ ગ્રંથભંડારનું નામ ‘અકબરીય જ્ઞાનભંડાર' રાખવાનો આદેશ આપ્યો.
સમ્રાટ, સંઘ અને પ્રજાજનો સૂરિજીની આવી ઉત્કટ અનાસક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org